________________
(૪૪) નયમાર્ગદર્શક દ્રવ્યમાં સંખ્યાતા અસંખ્યાતા પર્યાય રહેલા છે, અવધિજ્ઞાનથીજ તેને પરિચછેદ થઈ શકે છે અને પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે.
ભ, આહંત શાસ્ત્રના પ્રણેતાએ દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર અને કાળને માટે લખે છે કે, દ્રવ્ય ભાવની વૃદ્ધિમાં ક્ષેત્રકાલની વૃદ્ધિની ભજના છે અને દ્રવ્યની વૃદ્ધિ થતાં ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. આ ને ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. વળી ક્ષેત્રથી દ્રવ્ય અને નંતગણું છે અને દ્રવ્યથી પર્યાય અવધિ જ્ઞાનનું જ વિષયભૂત છે, તે સં. ખેય ગુણ તથા અસંખેય ગુણ છે.”
હે શ્રાવિકા સુબેધા, તેથી દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપમાં ભેદ હઈ શકે છે, માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એવા નયના બે ભેદ કહેલા છે. જો કે તે બંને નય પરસ્પર મલતા પણ છે, તથાપિ તે પિતા પિતાનું જુદાપણું છોડતા નથી.
સુબેધા–ભગવન, આપના આ ઉપદેશના પ્રકાશથી મારી શંકાનું અંધકાર નષ્ટ થઈ ગયું છે. મહાનુભાવ, આપે મારી પર મને હાન ઉપકાર કરેલો છે. આપના જેવા અનગાર રને ખરેખરનિષ્કારણ પરોપકારી છે.
જિજ્ઞાસુ વિનયથી બે –ભગવદ્ આપે મારી માતાની શંકા દૂરકરી પણ કૃપા કરી મારી શંકા દૂર કરે.
સૂરિવર–ભદ્ર, વળી તારે શી શંકા ઉત્પન્ન થઈ છે? કહે.
જિજ્ઞાસુ–ભગવન, મેં એક સ્થળે વાંચ્યું હતું કે, સામાન્ય અને વિશેષ–એ દ્રવ્ય તથા પર્યાયથી જુદા છે, તે તેની સાથે કેમ ન જોડાય? અને તે ઉપરથી સામાન્યાર્થિક અને વિશેષાર્થિક–એવા નયના બે પ્રકાર કેમ ન થાય?
સૂરિવર-ભદ્ર, તને ધન્યવાદ ઘટે છે. તેં જે શંકા કરી તે ખરી શકે છે. તારી તીવ્ર બુદ્ધિને પૂર્ણ અભિનંદન ઘટે છે. સાભળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com