SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) નયમાર્ગદર્શક દ્ધ થયે; આ પ્રમાણે જે માનવું, તે સત્તાસાપેક્ષ નિત્ય અશુદ્ધ નામે એથે પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસારી જીવને પર્યાય સિદ્ધના જીવના જેવો છે, કે સંસારી જીવને કર્મની ઉપાધિ છે, પણ તેની વિવક્ષા ન કરીએ (તે કહેવાની ઈચ્છા ન રાખીએ) અને જ્ઞાન, દર્શને ચારિત્ર વગેરે શુદ્ધ પર્યાયની વિવક્ષા કરીએ તે તે કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ નામે પાંચમે પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસાર વાસી જીવોને જન્મ તથા મરણને વ્યાધિ છે, તે જન્માદિક પર્યાય જીવને કર્મના સંગથી હોય છે, તે અનિત્ય અને અશુદ્ધ છે, તેથી મેક્ષાથી જીવતે જન્માદિક પર્યાયને નાશ કરવાને પ્રવર્તે છે એમ માનવું, તે કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ નામે છઠે પર્યાય કહેવાય છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે પર્યાયાર્થિક નયના છ ભેદ કહેલા છે, તે હમેશાં તમારા હૃદયમાં ધારણ કરી રાખશે. નયચંદ્ર–ભગવન, આપે પર્યાયાર્થિક નયના જે છ ભેદ કહ્યા, તે સાંભળી મારા મનની ઘણી શંકાઓ દૂર થઈ ગઈ છે, હવે કૃપા કરી બાકીના નયના લક્ષણો સમજાવે. આનંદસૂરિ આનંદપૂર્વક બોલ્યા–ભદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે, માટે તે વિષે ઉપયોગી વ્યાખ્યાન આવતી કાલે કહેવામાં આવશે. સૂરિવરના આ વચને સાંભળી તત્કાલ નયચંદ્રના કુટુંબના મુખમાંથી આદિશ્વર ભગવાનની જયને પવિત્ર ધ્વનિ પ્રગટ થયા અને તેની આસપાસને તળેટીને પ્રદેશ તે ધ્વનિ અને તેના પ્રતિધ્વનિથી ગાજી ઉઠશે. biN" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy