________________
યાત્રા ૨ જી.
સિ
દ્ધગિરિની યાત્રાના પર્વને દ્વિવસે હજારા ભાવિક શ્રાવા તે પવિત્ર યાત્રા કરવાને ગિરિરાજ તળેટીપર એકઠા થયા હતા. સાધર્મિ વાત્સલ્યના પરમ ધર્મને જાણનારા શ્રીમંતા તરફથી પોતાના ધર્મબંધુએ અને ધર્મ હુનાની સેવા કરવાને તળેટીના પવિત્ર સ્થાન ઉપર વિવિધ જાતના સેવાના સાધના તૈયાર રખાવામાં આવ્યા હતા, શ્રાવકા શ્રેણીબંધ થઇ સિદ્ધાચળના સોપાન ઉપર ચડતા, અને ઉતરતા હતા. ક્ષણે ક્ષણે આદિશ્વરભગવાનની જયના વિનએ થતા હતા,અને તેના પ્રતિ ધ્વનિથી ગિરિરાજ પાતે પણ આદીશ્વર ભગવાની જય કહેતા હાય તેમ દેખાતા હતા.
આ વખતે નયચંદ્ર પેાતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની યાત્રા કરી તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવ્યા, ત્યાં આનંદસૂરિ પેાતાના શિષ્યાની સાથે યાત્રા કરી તે સ્થળે પધાર્યાં હતા. નયચંદ્રે સકુટુંબ સૂરિરાજને વંદના કરી અને પછી વિનયથી તેમની આગળ બેઠા,
સૂરિવર નયચંદ્રને કુટુંબ સાથે સમય પ્રમાણે આવેલે જોઇ હૃદયમાં ખુશી થયા, અને ધર્મલાભ આશીષ આપી તેની સમય પ્રમા શે ઉપયેાગ રાખવાની પ્રવૃત્તિની પ્રશ'સા કરતાંઆ પ્રમાણે ખેલ્યા
ભદ્ર નયચ', તમને ખરાખર યાગ્ય સમયે હાજર થયેલા જેઈ મને પૂર્ણ સંતોષ થાય છે, દરેક ધર્મસાધક પુરૂષે સમયના ઉપ ચેાગ બરાબર રાખવા જોઇએ, ગયેલા સમય ફ્રીવાર આવતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com