SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ * * * નયમાર્ગદર્શક. (૨૫). નયચંદ્ર નમ્રતાથી બો –“ભગવન, આપની ઉપદેશ વાણીએ મારા હૃદયને નિઃશંક કર્યું છે. હવે મને ખાત્રી થઈ છે કે, દ્રવ્યના બધા સ્વભાવે દ્રવ્યને લાગુ પડે છે. એકાંતે કઈ એકજ સ્વભાવ દ્રવ્યને લાગુ પડતું નથી. અને તેથી આહંતધર્મને સ્યાદ્વાદ મત સર્વ પ્રકારે વિજયી થાય છે. હવે કૃપા કરી વિશેષ ઉપદેશ આછે કે જેથી મારા હૃદયમાં એક પણ શંકા રહેવા પામે નહીં. આનંદસૂરિ શાંત અને ગંભીર સ્વરથી બોલ્યા–ભદ્ર નયચંદ્ર, મેં તમને આત્માના ત્રણ પ્રકાર–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપે સમજાવ્યા અને તે પછી દ્રવ્ય અને તેના સામાન્ય તથા વિશેષ ગુણ, પર્યાય અને સામાન્ય તથા વિશેષ સ્વભાવ વિષે પણ સમજૂતી આપી. હવે તમને સાતનયનું સ્વરૂપ સમજાવાની ઈચ્છા રાખું છું. એ સાતનયનું સ્વરૂપ સમજવામાં આવશે એટલે તમારા હૃદયમાંથી શંકાનું જાળ વિનષ્ટ થઈ જશે અને દરેક પદાર્થનું યથાર્થ જ્ઞાન થઈ આવશે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્વરૂપ નયની સાથે મિશ્ર કર્યા વગર સમજાય તેવું નથી. વિવિધ પ્રકારના સ્વભાવવાળા દ્રવ્યને પ્રમાણથી જાણવાને માટે સ્યાત અને નય–એ બંનેને મિશ્ર કરવા જોઈએ. તેથી સ્વદ્રવ્યની અપેક્ષાએ અસ્તિરૂપ અને પરદ્રવ્યની અપેક્ષાએ નાતિરૂપ ઈત્યાદિ જે દ્રવ્યની સિદ્ધિ છે તે સારી રીતે સમજવામાં આવશે. શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબોધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પુણ્યવત ત્રિપુટી છે. તમારે ભવિ આત્મા ધર્મને શ્રવણને અધિકારી છે. તમારું હૃદય ધર્મની પવિત્ર વાસનાથી વાસિત છે. તે તમારા હૃદયમાં જ્યારે નયનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રતિબિંબિત થશે, એટલે તમારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડશે, અને તે પ્રકાશના પ્રભાવથી તમારી શંકાઓનું અંધકાર દૂર થઈ જશે. નય એટલે શું? શ્રાવક નયચંદ્ર, ના એ શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે, “નાना स्वजावे भ्यो व्यावत्य एकस्मिन् स्वनावे वस्तुनयनं नयः " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy