SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક ( ૨૧ ) બહિર્ભાવ પરિણમનપણું પણ હોય છે, તેથી તે તેને અશુદ્ધ સ્વભાવ છે. દ્રવ્યના નિયમિત સ્વભાવને બીજા સ્થાનમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી તેને ઉપચરિત સ્વભાવ પણ કહેવાય છે. તે નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ છે. આ વખતે શ્રાવિકા સુબેધા નમ્રતાથી બેલી-ભગવન, આપના મુખથી દ્રવ્યના સામાન્ય અને વિશેષ મળી એકવીશ સ્વભાવ જાણું મારા હૃદયમાં વિશેષ પ્રકાશ પડે છે; તથાપિ ચાલતા પ્રસંગમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, જે આપની આજ્ઞા હોય તે પ્રગટ કરું. સૂરિવરે આજ્ઞા આપી એટલે સુધા બેલી–ભગવન, આપિ જે દ્રવ્યને વિશેષ ઉપચરિત સ્વભાવ કરી, તેમાં જે ઉપચરિત એટલે ઉપચાર કહેવાય છે, તે તે ઉપચાર શેનાથી ઉત્પન્ન થાય છે? તે કૃપા કરી જણાવે. સૂરિવર પ્રસન્ન થઈને બેલ્યા–શ્રાવિકા, તમારે પ્રશ્ન સાંભળી હું ખુશી થયે છું. તે ઉપચરિત સ્વભાવને માટે આગમમાં સારી રીતે વિવેચનપર્વક લખેલું છે, તે ધ્યાન દઈ સાંભળે–ઉપચરિત સ્વભાવ બે પ્રકારે છે. એક કર્મજન્ય અને બીજે સ્વભાવિક, પુદગલના સંબંધને લઈને જીવની અંદર જે મર્તાપણું અને અચેતનપણું કહે વામાં આવે છે, તે ઉપચાર છે અને તે કર્મ જનિત છે, એટલે જે કર્મ છે, તે ઉપચરિત સ્વભાવ છે, અને જે સિદ્ધાત્મામાં વસ્તુનું જ્ઞાતાપણું અને દર્શકપણું છે, તે બીજો સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. સરિ. વરને આ ઉત્તર સાંભળી સુધા આનંદ પામીને બેલી–મહાનુ ભાવ, હવે મારા મનની શંકા દૂર થઈ ગઈ, હવે કૃપા કરી આગળ ઉપદેશ આપે. આ વખતે નયચંદ્રના હૃદયમાં શંકા જાલ ભરાઈ આવ્યું, તે ઉંચે વરે નમ્રતાથી બેલ્ય–ગુરૂ મહારાજ, આપે કહેલા દ્રવ્યના સ્વભાવ વિષે વિચાર કરતાં મારા હૃદયમાં શંકા જાલ થઈ આવ્યું છે, જે આજ્ઞા હેય તે પ્રશ્ન કરું. રિવર શાંતતાથી બેલ્યા–ભદ્ર, તમારી શંકાઓ દૂર કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy