SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક થી અમે પણ વિહાર કરી આસ્થળે આવ્યા છીયે. જ્ઞાનના બળથી મેં તમને કુટુંબ સહિત ઓળખી લીધા છે. જ્ઞાન અને જ્ઞાની મહારા જના પસાયથી તમારી શંકાઓ દૂર કરવાની મારી ઈચ્છા છે.” મુનિવરના આવા વચન સાંભળી નયચંદ્ર અત્યંત ખુશી થઈ ગયે. પ્રબેધા અને જિજ્ઞાસુ પણ હદયમાં અતિ આનંદ પામી ગયા. સર્વેએ તે મહાનુભાવને વંદના કરી. નયચંદ્ર વિનયથી બે -“ભગવન, આપ મહોપકારીના દર્શનથી હું સહકુટુંબ કૃતાર્થ થ છું. આ ૫ આનંદસૂરિજી ખરેખર આનંદદાયક થયા છે. આપની પવિ ત્ર વાણી એ મારા આત્માને પૂર્ણ આરામ આપવાથી આપ સત્ય રી તે આત્મારામ રૂપ છે. આ૫ ભારતવર્ષના જૈનમુનિઓમાં વિખ્યા તિ પામેલા જૈનાચાર્ય છે. મેં અનેકવાર આપનું પવિત્ર નામ પ્રશ સા સાથે સાંભળ્યું છે. આપની વાણીએ ભારતવર્ષની જનપ્રજાને ભારે ઉપકાર કર્યો છે. મારા જેવા એક લઘુ શ્રાવકને માટે વિહાર કરી ઉપદેશ આપવા આ તરફ પધાર્યા, એ આપની મહેપકારવૃત્તિને ધન્યવાદ ઘટે છે, આપના જેવા શુદ્ધ ચારિત્રધારી અને પરોપકારી જેનમહાત્માઓ જ્યાં સુધી ભારતક્ષેત્ર ઉપર વિચરે છે, ત્યાં સુધી વીરશાસન વિજ્યવંત છે. મહાનુભાવ,હવે કૃપા કરી મારી શંકાઓને દૂર કરે, અને શ્રદ્ધારૂપી દઢશિલા ઉપર અથડાતા મારા શંકિત હૃદયને તે પર સ્થિર કરે.” નયચંદ્રના આવા ઉચિત વચને સાંભળી આનંદસૂરિ અતિ આનંદ પામીને બેલ્યા–“ભદ્ર, દરેક ક્ષેત્રમાં વિચરી ઉપદેશ આપ –એ અમારું કર્તવ્ય છે. અને ચરિત્રને ઉપયોગ પણ તેમાં જ ચરિતાર્થ છે. શ્રાવકજી, જે ક્ષેત્ર સ્પર્શના હશે તે અમારે અહિં સાત યાત્રાઓ કરવી છે. શરીરની સ્થિતિ નિર્બળ હેવાથી હમેશાં એક એક યાત્રા થઈ શકશે. તે યાત્રા પૂર્ણ કરી આવ્યા પછી, આજ સ્થાને તમને અને તમારા કુટુંબને ઉપદેશ આપવામાં આવશે. તમે ઉપવેગ રાખી તે જ વખતે યાત્રા પૂર્ણ કરી પરવારજે.” સૂરિવારનાં આવાં વચન સાંભળી નયચંદ્રનું હદય હર્ષથી ઉભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy