SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું કેળવણું અને ગ્રહો નવયુગને જૈન કે થશે એ વિચારતાં કેળવણીને પ્રશ્ન એના અનેક આકારમાં સર્વથી પ્રથમ પ્રાપ્ત થશે. નવયુગ કેળવણીને સર્વાથી વધારે વેગ આપવા સદા ઉઘુક્ત રહેશે. એ નવયુગનાં મંડાણ જ કેળવણી ઉપર રચશે. કેળવણીની વિરુદ્ધ ગમે તેટલું પ્રચારકાર્ય થશે તેની તે દરકાર ન કરતાં એ આગળ ધપશે. કેળવણમાં મગજને કેળવનાર સર્વ બાબતેને તે સમાવેશ કરે છે. એ પ્રત્યેક બાલક–બાલિકાને સામાન્ય શિક્ષણ તે સર્વવ્યાપી ફરજિયાત કરવામાં માનશે. અત્યારે જે વિષયો મેટ્રીકયુલેશન સુધીમાં શીખવાય છે તેમાં રાષ્ટ્રીય દષ્ટિએ યોગ્ય ફેરફાર કરી માતૃભાષા દ્વારા વિચારશક્તિ બરાબર જામે અને પ્રગતિ થાય તેને માટે તે પ્રયત્ન કરશે. શિક્ષણને ઉતારી પાડવા પદાધિપતિઓ અને સ્થાયી હકવાળા ગૃહસ્થ અવારનવાર પ્રયત્ન કરશે એને નવયુગ હસી કાઢશે અને તે પ્રયત્નને હતવીર્ય કરી પાછા પાડશે. અને સામાન્ય શિક્ષણ પછી વિશિષ્ટ શિક્ષણ પ્રત્યેક માણસે લેવું જોઈએ અને તે આગ્રહ કરશે અને તેનાં સાધને તે જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy