SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જું ૩૯ એક નકારે છે, બીજો સ્વીકારે છે, પણ એ સિવાય જરા પણ મતભેદ નથી. કથા ચરિત્ર, દેવ-નરક ગતિનાં સ્વરૂપ બન્નેને એક છે. અને મૂર્તિપૂજા સિવાય બીજો કોઈ જીવ જે મતભેદ નથી. બન્ને અહિંસા પરમોધર્મને સ્વીકારે છે, શ્રાદ્ધ-શ્રાવકના ગુણ બન્નેના એક જ નામે છે અને બન્નેના મૂળ ગ્રંથે એક છે – આવી આવી સેંકડે હજારે બાબતોમાં એકતા છે, એટલી બધી એકતા છે કે એનું વર્ગીકરણ કરવામાં આવે તે પુસ્તકે ભરાય; છતાં આવું માથું કાપનારું વૈમનસ્ય કેણે પિવું? શા માટે પડ્યું? કેમને એ કેટલું ભારે પડશે અને આગામી દીર્ઘ નજરે કેઈએ વિચાર કેમ ન કર્યો? કર્યો હોય તે કયારે કર્યો? અને આવા એક સાધનધર્મને અંગે બળતા અંગારા ફેંકવા પડ્યા અને હજુ પણ જેની જવાળા પૂરી શાંત થઈ શકી નથી એટલી મહત્તા આપવા જેવો એ પ્રશ્ન હતા? આવા સવાલે નવયુગ પૂછશે, અનેક આકારમાં પૂછશે, અને પૂછીને પ્રાચીને કહેશે કે તમારા આ છેલ્લા ઝઘડાને પરિણામે તમે કેટલાને કંઠી બાંધતા કરી દીધા છે, કેટલાને પરધર્મમાં ધકેલી દીધા છે, કેટલી આખી ને આખી કેમ તમારાથી કંટાળી પરાક્ષુખ થઈ ગઈ છે તેને કદિ તમે વિચાર કર્યો હતો? તમે સંખ્યાબળમાં વધારે તે કરવાને કદિ વિચાર નથી કર્યો, પણ આ રીતે તમારા ઝઘડાઓનું અનિવાર્ય પરિણામ આવ્યું છે એ સ્વીકારવાની સરળતા તે તમે દાખવશો ખરા કે ? આ છેલ્લા ઝઘડાએ જૈન કેમનું સમૂહબળ-જૂથબલ ભારે કાપી નાંખ્યું. એ ઝઘડા ગામેગામ થયા, આડોશીપાડોશી વચ્ચે થયા, ઝનૂની અને ઘેલડાઓ વચ્ચે થયા અને સામાન્ય રીતે સાત્વિક ગણાય એવા માણસો પાસે પણ એવે પ્રસંગે એણે ઝાંઝે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy