SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જું ૩૩ અને સાધુનું સાધુપણું વિકલ્પ છે. સમ્યકત્વ એ આત્મગુણ હોઈ બાહ્ય દેખાવ કે વેશ પર એના અસ્તિત્વ કે અભાવને નિર્ણય ન થઈ શકે. વાત ખરી છે કે દેવનું સ્થાન, દેવીનું સ્થાન અને યક્ષયક્ષિણીનાં સ્થાને ચોથા ગુણસ્થાનકથી આગળ નથી. પણ સવાલ એ ઊભો થાય છે કે આપણાથી નીચી હદના કે ગુણસ્થાનકમાં પાછળ પડેલાને આપણે સ્તવીએ, એમને ધર્મપ્રેમ, શાસનસંરક્ષણ, શાસનનાં સ્થાનોની રક્ષા આદિ માટે તેમની પ્રશંસા કરીએ તે તેમાં આપણે કાઈ ખોટું કરતા નથી. અને આપણુથી ઓછી પાયરીવાળે આપણને સામો મળે અને આપણે હાથજેડ કે હસ્તધૂનન તેની સાથે પ્રથમ કરીએ તે તેમાં આપણી લાયકી ઓછી થતી નથી. ઉલટું એ તે નમ્રતા-સભ્યતા-દક્ષતા બતાવે છે. અને આપણી લાયકીન વિકલ્પ હોય અને સામાની સેવા સ્વીકારાયેલી અને ગુણસ્થાન સ્પષ્ટ નિર્ણિત હોય ત્યાં સ્તુતિ કરવામાં વાંધો દેખાતો નથી. પણ આ તે ભાંજગડની વાત થઈ. કેઈને મનમાં એમ આવે કે એવી રીતે ઉચ્ચ સ્થાનવાળા નીચા સ્થાનવાળાની સ્તુતિ કરે એમાં ગૌરવહાનિ છે તે તે સ્તુતિ ન કરે. ત્રણ સ્તુતિમાં બને એકમત છે. જેથી સ્તુતિનો પ્રસંગ આવે ત્યારે સિદ્ધાણું બુદ્ધાણંને પાઠ પૂરો કરી એ બેસી રહે. એને કહેવું કે તમે જરા થંભ, અમે બે મિનિટમાં સાથે થઈ જઈશું. એ બે મિનિટ મનમાં નવકાર ગણે. જેને સ્તુતિ કરવી હોય તે “વૈયાવચ્ચગરાણું અનત્ય ઉસીસીએણું ને પાઠ કહી નવકાર ગણી સ્તુતિ કરી લે અને બાકી તે સર્વ સામાન્ય છે. આવી રીતે એક બાપના દીકરા નવસેને નવાણું બાબતમાં એકમત હોય તે આવા તદ્દન નિર્જીવ સવાલ ઉપર મરચા માંડે અને ગામેગામ બે પક્ષો પડે એ વાત નિગ્રંથ પ્રવચનમાં કેમ નભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy