SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન સર્વ એકમત છીએ. એકમતને આગળ કરવાને બદલે નિરર્થક વાતને મોટું રૂપ આપી તે પર શાસ્ત્રના પાઠે ચર્ચવા, તેના મનગમતા અર્થ લગાવવા અને તેને આધારે પરસ્પર આક્ષેપ કરવા એમાં જરા પણ દીર્ધનજર, સભ્યતા, વિવેક અને વ્યવસ્થા જળવાઈ હોય એમ સહદય જેનને લાગવું મુશ્કેલ પડશે. ૫ ચતુર્થ સ્તુતિને ઝઘડા આવો જ એક વિચિત્ર ઝઘડે લગભગ પોણસો વર્ષથી ચતુર્થસ્તુતિ સંબંધમાં ચાલે છે. એ સમજવા યોગ્ય છે, જોકે એનો સમન્વય તે દીવા જેવો છે. મોટા દેવવંદનમાં ચાર સ્તુતિ આવે છે. પ્રથમ સ્તુતિમાં એક તીર્થકરની સ્તુતિ હોય છે, બીજીમાં એવીશ તીર્થકરની, ત્રીજીમાં જ્ઞાનને મહિમા અને ચોથીમાં દેવ દેવી કે યક્ષની સ્તુતિ આવે છે. શ્રી રાજેંદ્રસૂરિએ સૂત્રને સારે અભ્યાસ કર્યો. રાજેદ્રકેશ તેમનું પ્રખર જ્ઞાન બતાવે છે. તેમને વિચાર આવ્યો કે દેવ દેવી કે યક્ષ સમકિતધારી હોય તે પણ ચોથા ગુણસ્થાનકે હેય, તેને પાંચમા ગુણસ્થાનકવાળા સાધુઓ શા માટે સ્તવે? માટે ઉપરની ચાર સ્તુતિઓ પૈકી ચોથી સ્તુતિ ન હોવી ઘટે. એ અસ્થાને હેઈ અવિસંગત છે વગેરે. આના ઉપર ચર્ચાઓ ચાલી, મરચા મંડાણ અને ગામેગામમાં ત્રણ થઈવાળા અને ચાર થઈવાળાના પક્ષો બંધાયા અને હજુ સુધી એ ઝઘડા ચાલ્યા જ કરે છે. આ ઝઘડે તદ્દન અર્થ વગરને છે. શાસનાધિષ્ઠાયક દેવદેવીને જે રીતે આગમમાં બતાવ્યાં છે તે રીતે તેમનું ચોથું ગુણસ્થાનક ચોક્કસ છે, જ્યારે આપણું શ્રાવકેનું દેશવિરતિધરપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy