SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન ཀ ཀ ན བཀ བཀའ ઘણી વાર ખાઈએ છીએ છતાં ખાવા તરફ લક્ષ્ય ન હોય, તેમાં તલ્લીનતા ન હોય તે ખાધું ન ખાધા જેવું જ છે એવા અનેક ખુલાસા શક્ય છે, પણ એવા ખુલાસા હોય કે ન હોય, પણ જે પરિસ્થિતિ હાલ આવવાની નથી અને આવે ત્યારે વીતરાગ દશા અનુભવનાર આત્મા મહાયોગી થાય તેની દશા માટે આપણે ઝઘડા કરવાનું હોય? અને સ્ત્રીની મુક્તિને ખુલાસે પણ શક્ય છે, સમન્વય દીવા જેવો છે પણ એ ભાંજગડમાં પડવાની શી જરૂર છે? જ્યારે એ પરિસ્થિતિ આવશે ત્યારે જોયું જશે. આ બંને મતભેદના મુદામાં કોઈ મહત્ત્વના–તત્ત્વને સવાલ નથી. નવ તત્ત્વ બનેને માન્ય છે, તત્વાર્થ સૂત્રનાં ઝરણાં બન્ને પ્રવાહમાં એક રૂપે જ પડ્યાં છે, ત્યારે કલ્પના પર રચાયેલી કૈવલ્ય દશાની બાબતમાં તકરાર કરીએ એ વિશાળ તત્ત્વજ્ઞાન અને નય નિક્ષેપ સમજનારને ન ઘટે. છતાં બે મુદ્દા પર પાર વગરનાં ખંડનમંડને થયાં છે. દિગંબર કવેતાંબર વચ્ચે બીજા નાના મતભેદે પણ છે. એક તીર્થકરની મુદ્રાની ધ્યાનસ્થ દશા માને છે, શ્વેતાંબર સમવસરણસ્થ દશામાં મૂર્તિને પૂજે છે. મૂર્તિને પૂજવામાં મતભેદ કેઈને નથી, માત્ર કઈ દિશાએ પૂજવી એ પ્રત્યેકની મરજી ઉપર રાખવામાં જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તને વાંધો નવયુગની નજરે નહિ દેખાય. અને જિનબિંબને ચક્ષુ ટીલાં ચઢાવવાં કે નહિ, એને અલંકાર પહેરાવવાં કે નહિ એ તે ભક્તિનો વિષય છે, તદ્દન સાધનધર્મને સવાલ છે અને જેને જે રીતે અંતર આનંદ થાય તે રીતે કરે એવી છૂટ આપવી ઘટે. કોઈને વીતરાગ દશામાં શોભા કે બાહ્ય અલંકારમાં વિરૂપતા દેખાતી હોય તે તે સાદા રૂપે સાલંબન ધ્યાન કરે. કોઈને અલંકારમાં મજા આવતી હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy