SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ૨૨ નવયુગને જૈન - . . . . w w - *- ર - - - - મેટે ગોટાળો કરી નાખવામાં આવ્યો છે. ભગવાનના પ્રતિબોધેલા અને ગણધરના ગૂંથેલા સૂત્ર સિદ્ધાતે જનતા પચાવી શકે નહિ એ માન્યતા માત્ર સંકુચિત વૃત્તિનું અનિવાર્ય પણ અતિ ભયંકર પરિણામ છે. કોઈ ક્રિશ્ચિયનને બાઇબલ વાંચવાની ના કહેવામાં આવે, કે કઈ વેદાનુયાયીને ભગવદ્ગીતા વાંચવાની ના કહેવામાં આવે કે મુસ્લીમ બંધને કુરાનેશરીફ વાંચવાની ના કહેવામાં આવે; તેના જેવું એ અતિ વિચિત્ર કાર્ય છે. પણ તે ભલા ભોળા શ્રદ્ધાળુ જૈનોએ ચલાવી લીધું છે તેને પરિણામે આખી કેમ અને લગભગ સમસ્ત જનતા જૈન સિદ્ધાન્તજ્ઞાનથી બેનસીબ રહી છે. આ સંબંધમાં આગળ વિશેષ ઉલ્લેખ વિસ્તારથી કરવાનું છે, પણ અત્રે પ્રસ્તુત વાત એ છે કે જૈન ધર્મમાં અતિ વિશાળપણું હતું તેને બદલે અતિ સંકુચિત વૃત્તિ આ સમયમાં દાખલ થઈ ગઈ અને પરિણામે જૈન કેમમાં વધારે અટકી પડ્યો. જ્ઞાનની મંડાયેલી પરબ સૂકાઈ ગઈ અને અનેક કુળ, જાતિઓ અને કામે ધર્મવિમુખ થઈ ગઈ આ સંકુચિતતાનાં ભયંકર પરિણામો નવયુગ આગળ ચીતરશે ત્યારે આંખમાં આંસુની ધાર ચાલશે અને શી સ્થિતિ થઈ છે અને કેવી વિચિત્ર પદ્ધતિઓ સ્વીકારાઈ છે એને ખ્યાલ કરતાં આપણી મૂર્ખતા, અંધતા અને ગતાનુગતિકતા પર શકોગરેની શ્રેણીઓ નીકળશે. આ બે મુદ્દા ધ્યાનમાં રાખી આપણે ઐતિહાસિક ઝઘડાઓ અને તેને સમન્વય શક્ય હતું તે વાત અને તે ઝઘડાઓનાં અલ્પ મૂલ્ય અથવા અકર્તવ્યસ્વરૂપ ઉપર ઉપરથી તપાસી જઈએ. પ્રત્યેક ઝઘડાની વિગતેમાં તે પુસ્તક ભરાય એવી કરુણકથાઓ છે. એથી આપણે તે માત્ર અંગુલીનિર્દેશ કરી આગળ વધીશું. નવયુગને જૈન એ ઝઘડાઓને કઈ નજરે જોશે એ મૂળ મુદો વિસરવાને નથી – આ વાત ખાસ લક્ષ્યમાં રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy