________________
૩૨૮
નવયુગને જૈન છોકરીઓ એ રિવાજને જંગલીપણાને અવશેષ ગણશે. સ્ત્રીઓની પરાધીન દશાના નમુના તરીકે એનાં નાટક વિનેદ માટે ભજવાશે. એનો અર્થ એમ ન થાય કે સ્ત્રીઓ લાજશરમ છેડી દેશે. સ્ત્રીઓ લાજમયદા બરાબર રાખશે, પણ ઘુમટો તાણવામાં લાજને થઈ રહેલે ધ્વંસ, મર્યાદાનો હાસ અને ઢગની ભવાઈ અભરાઈએ ચઢાવવામાં આવશે. - સ્ત્રીઓ રાજકારણના સર્વ વિભાગોમાં ભાગ લેશે તે ઉપર જોયું છે. એ ઉપરાંત સામાજિક સંસ્થાઓમાં પૂર જેસથી એ કામ લેશે. ત્યાં સુધીમાં જ્ઞાતિઓ ખલાસ થઈ ગઈ હશે, છતાં એના કાંઈ અવશેષે રહ્યાં હશે તે તેઓ સ્ત્રી વગર સ્ત્રી સંબંધી ફેંસલો નહિ કરી શકે, એકતરફી હુકમનામું પસાર નહિ થઈ શકે. નવયુગની છોકરીઓ જ્ઞાતિના આગેવાન પુરુષોના ફેંસલા આપવાના હક્ક સામે સમ્ર વધે અને બળવો ઉઠાવશે અને ત્યારે અનેક ગૂંચવણવાળા પ્રશ્નો ઉભા થઈ પરિણામે ભાંગી પડતી જ્ઞાતિઓને છેલ્લે મોટો કડાકે સાંભળવો પડશે.
સંઘના બંધારણમાં સ્ત્રીઓ સ્થાન લેશે. એ પિતાના બળથી જ એ સ્થાન પ્રાપ્ત કરશે. નવયુગની કેળવાયલી છોકરીઓ પુરુષની મહેરબાનીથી કોઈ વાત નહિ સ્વીકારે. એ પિતાના હક્કને સવાલ આગળ કરી પોતાનું સ્થાન માગી જ લેશે અને તેમના હક્કને સ્વીકાર પુરુષોએ ફરજીઆત કરવો જ પડશે.
વિધવાઓને પ્રશ્ન નવયુગને જરા પણ નહિ. મુંઝાવે. એને નીકાલ કેવી રીતે થશે તેની આખી રૂપરેખા સામાજિક પ્રશ્નોની વિચાણામાં આવી ગઈ છે તે અત્રે પ્રસ્તુત છે. (જુઓ પૃ. ૨૧૫ અને આગળ). વિધવાઓને માટે કાર્યક્ષેત્રો એટલાં ઉભાં થશે
અને તેને લાભ તે એવી સુંદર રીતે લેશે અને નવયુગમાં સેવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com