SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ નવયુગના જૈન સ્ત્રીઓને અન્યાય કરવામાં બાકી સ્ત્રીઓને અન્યાય રાખેલ નથી. આ વિચારણામાં તેનું સ્થાન આલેખાઈ ગયું છે. એને વેચવાની વસ્તુ ગણી છે, એના મનુષ્યત્ત્વના સાદા હક્કો ઉપર છીણી મારી છે, એનામાં જાણે લાગણી આત્મા નથી, એને વ્યવહારમાં કાંઈ સ્થાન નથી—એ રીતે પ્રાચીનેાએ એની સાથે વન ચલાવ્યું છે અને એ પણ પરાધીનતા અજ્ઞાન અને મૂર્છામાં એટલી કચરાઈ ગઈ હતી કે એને માટે બીજા પ્રકારના જીવનની શક્યતા પણ તે પોતે કલ્પી શકતી નહતી. ગુલામેાને ગુલામગીરીમાંથી છેડવા ત્યારે તે રડયા હતા, કારણ કે એને ગુલામગીરી સિવાય ખીજી વસ્તુનું ધ્યાન કે જ્ઞાન નહેાતું. સ્ત્રીઓને એટલી કચરી છે કે એકની હયાતીમાં એ ત્રણ ચાર અને હજારા પણ પરણી શકાય એ ધેારણ માન્ય થયું, માત્ર એની મર્યાદા મૂકવી હોય તેા તેમાં પણ પુરુષને અધિકાર, સ્ત્રીને ખેલવાના અધિકારી નહિ, અભિપ્રાય આપવાના હક્ક નહિ અને વાંધા રજુ કરવાની આવડત નહિ. સ્ત્રીઓને કદિ જ્ઞાતિ કે સંધ સમક્ષ કદિ ખેાલવા દીધી નથી, તેમને હાજર રહેવાની તક આપી નથી, તેમના પ્રતિનિધિને પણ સ્થાન નથી મળ્યું અને તેમના સંબંધીના સ ઠરાવા હુકમનામાએ કે "સલાએ તદ્દન એકતરફી થયા છે અને તેમ કરવાના પુરુષવના અનાદિસિદ્ધ હક્ક હાય તે સંબંધમાં પ્રાચીનેને કદ્ધિ શંકા પણ પડી નથી. આવી રીતે વ'શપર પરાગત ઉતરી આવેલું સામ્રાજ્ય ભગવા ભાગ્યશાળી થયેલા પુરુષવ એટલે તે પોતાના સ્વાર્થમાં ઉતરતા ગયા કે એણે જે જે દરાવા કર્યો તે સ માત્ર પુરુષની સગવડ લક્ષમાં રાખીને કર્યો, એણે સ્ત્રીઓનાં દૃષ્ટિમ્બિંદુથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy