SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ નવયુગને જૈન કારે ખૂબ ઉપયોગી માને છે. સિનેમા દ્વારા વનસ્પતિ, જંતુઓ અને પરમાણુના વિકાસના અનેક પ્રકારે સમજી શકાય છે. આરેયના અનેક પ્રકારનું લાક્ષણિક જ્ઞાન સિનેમાથી આપી શકાય છે. ચામડીના તથા અનેક ગુહ્ય રોગોનું જ્ઞાન સિનેમા દ્વારા આપી શકાય છે. એ ઉપરાંત કથાઓની વાત કરતાં લાક્ષણિક ચિત્ર આંખ સન્મુખ હોય તે તે બાળ તથા મધ્યમ અધિકારી પર સીધી અને લાંબા વખત નભે તેવી અસર કરી શકે છે. આ વગેરે અનેક કારણોથી સિનેમાને ઉપગ નવયુગ શિક્ષણ માટે ખૂબ કરશે. અષાડાભુતિનું નાટક અને ભરતને વૈરાગ્ય, ગજસુકુમાળની ધીરજ અને ધન્ના શાલિભદ્રના વૈરાગ્ય પ્રસંગે, વાંસ પર નાચતાં કૈવલ્ય પ્રાપ્ત કરનાર એલાયચીકુમાર અને “વીરા મારા ગજ થકી ઉતરે” ગાઈ બતાવી માનમતંગજ પરથી બાહુબળીને ઉતારનાર બ્રાહ્મી અને સુંદરી, આરિલાભુવનમાં કૈવલ્ય પામનાર ભરતરાય અને હાથીની અંબાડીએથી સીધા મેક્ષ જનાર મરૂદેવા માતા, પાંચસે સ્ત્રીઓના હાથમાં એક સૌભાગ્યકંકણ રહેતાં બેધ પામેલ નમિ રાજર્ષિ અને ઘરડા વૃષભથી બોધ પામનાર કરકંડુ, કામદેવના ઘરમાં જઈ કામને જીતનાર સ્થૂલિભદ્ર અને ફાંસીના લાકડા પરથી કૈવલ્યને સિંહાસને બેસનાર સુદર્શન શેઠ–આ સર્વનાં ચિત્રપટ થાય તે વિદ્યાર્થી અને મધ્યમ વય પર કેવી અસર કરી શકે છે તે નવયુગ સમજશે અને કેળવણીના એક અગત્યના વિભાગ તરીકે સિનેમાનો સ્વીકાર કરશે. તેવી જ રીતે નાટકે બેધદાયક થઈ શકે છે એ ધારણ પર ચાલી સદર પ્રયોગો રંગભૂમિ પર દાખલ કરશે. નાટક અને સીનેમાથી અન્ય ધર્મોને એકંદરે નુકશાન થયું છે કે લાભ તેને અભ્યાસ નવયુગ કરશે અને એ સંબંધ નૂતન વિચારપ્રણાલિકા બતાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy