SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જન કરશે ત્યારે આવતે યુગ વિચારી હસશે કે કેળવણું વિરુદ્ધ આવા મહાપુરુષો (!) પણ જૈન કોમમાં થઈ ગયા છે. આ ટીકા બાજુ ઉપર રાખી નવયુગની નજરે કેળવણીના ક્ષેત્રને ટૂંકામાં અવલોકી જઈએ. આ સર્વથી મહત્ત્વને વિષય આખા ઉલ્લેખને પાને પાને છે એમ સમજી લેવું. પ્રાથમિક કેળવણી પિતાની માતૃભાષાનું લખવાવાંચવાનું જ્ઞાન અને સામાન્ય હિસાબ ઉપરાંત દેશની ભૂગોળ, સામાન્ય ઇતિહાસનું જ્ઞાન અને વ્યવહાર પૂરતું નામાનું જ્ઞાન એટલાને સમાવેશ પ્રાથમિક જ્ઞાનમાં થાય છે. પિતાની માતૃભાષા બરાબર સમજતાં વાંચતાં અને તે ભાષામાં સાંભળનાર સમજી શકે તેવા આકારમાં વિચાર બતાવતાં આવડે અને સામાન્ય વ્યવહાર સમજીને થાય એ આ પ્રાથમિક જ્ઞાનને ઉદ્દેશ છે. પ્રત્યેક જૈન બાળક તે સ્ત્રી હોય કે પુરુષ હોય તેને લખતાં વાંચતાં તે ફરજિયાત આવડવું જ જોઈએ. સોએ સો ટકા ને એમાં અપવાદ વગર મનુષ્યત્વ પ્રાપ્તિના હકક સાથે મળે એ વારસો ગણા જોઈએ. આ દષ્ટિએ નવયુગ પ્રાથમિક કેળવણું ફરજિયાત કરશે. માત્ર જન્મથી ગાંડાનો જ આ બાબતમાં અપવાદ રહી શકશે. નાના ગામડામાં પણ કોઈ અભણ બાળક કે બાળિકા ન રહે એને પ્રબંધ કરવાનું પ્રત્યેક ગામ શહેર કે નગરને માથે આવશ્યક રહેશે અને આ નિયમ સાર્વત્રિક કરવામાં જરા પણું સમય ગુમાવવામાં આવશે નહિ. અત્યારે મોટાં શહેરો અને ગામમાં આ સ્થિતિ તરફ પ્રયાણ થઈ રહ્યું છે, પણ ગામડામાં અજ્ઞાન ઘણું છે અને છોકરીઓના જ્ઞાન માટે પૂરતા પ્રબંધ નથી એ સ્થિતિ વધારે વખત નિભાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy