________________
પ્રકરણ ૨૧ મું
૨૮૧
પરદેશ મોકલી અભ્યાસ કરાવવાની અને દરેક વિષયમાં વિશિષ્ટ વ્યવહારૂ અભ્યાસીઓને બહાર પડવાની ગઠવણ કરી આપશે.
વ્યાપારને અંગે કેળવણી આપવાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં સર્વ દક્ષ ન થઈ શકે એ વાત નવયુગના ધ્યાનમાં રહેશે. ઓછી વધતી આવડત અને શક્તિ પ્રમાણે વ્યાપારી વિષયનું સામાન્ય જ્ઞાન તે વ્યાપારમાં પડનારે લેવું જ પડશે. હવે કાંઈ સોળ આંક, કકકો, બારાક્ષરી, નામાં ને હિસાબ આવડ્યાં એટલે નભી જવાનો સમય રહી શકે તેમ નથી અને માત્ર સોધે ભાવે ખરીદવું અને મેંધે ભાવે વેચવું એટલા સાધારણ જ્ઞાનભંડોળે ચાલી જાય તે વખત નથી. વ્યાપારી કેળવણી અનિવાર્ય છે અને કેમે અથવા સમાજે વ્યાપાર ઉપર કાબૂ રાખવો અને વધારવો હેય તે કેળવણું લીધે જ છૂટકે છે.
વિશેષ મેટા વ્યાપારને અંગે પદાર્થવિજ્ઞાન અને ઈજનેરી જ્ઞાનની પણ જરૂરિયાત રહેવાની છે. અન્ય દેશોની વ્યાપારપદ્ધતિ ઘણી સમજવા યોગ્ય છે. મોટા પાયા ઉપર વ્યવસ્થાસર વ્યાપારી બંધારણે કેવાં થઈ શકે છે તેને અભ્યાસ કરી આપણા દેશની જરૂરિયાત અને હવાપાણીને અંગે યોગ્ય ફેરફાર સાથે તેની મિલાવટ કરવાની જરૂર છે. સમૂહવ્યાપાર (સિન્ડીકેટ), નાણાંનું રોકાણ સહકારી બંધારણ આદિ અનેક બાબતોને અભ્યાસ કરવાની અને અભ્યાસને અમલ કરવામાં વિશાળ અનુભવ અને વ્યવહારદક્ષતા બતાવવાની જરૂર છે. એ સર્વ નવયુગે કરવાનું છે, નજીક આણવાનું છે અને અમલમાં મૂકવાનું છે. આ કાર્ય નવયુગ બહુ સાવધાનીથી, આસાનીથી અને કુશળતાથી બરાબર પાર પાડશે અને પ્રત્યેક શાખા, પ્રશાખા અને ઉપશાખા માટે સાધને જશે અને એ બાબતમાં ખરી કુશળતા અને દીર્ધદર્શિતા દાખવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com