________________
પ્રકરણ ૧૮ મું
૨૩
નવયુગમાં કોઈ વધારે પડતા વિચાર બતાવનાર સ્ત્રીઓની સમાનતાના વિચારે બતાવતાં છૂટાછેડાની વાતો કરે છે, પણ તે સર્વ લગ્નને અંગે ઘૂસી ગયેલાં અનિષ્ટ તો તરફ અરુચિનું પરિણામ છે. એ તો દૂર થતાં છૂટાછેડાનું નામ કે સ્થાન નહિ રહે. અસ્પષ્ટ વિચારણામાં પાડાની પીડાએ પખાલીને ડામ દેવા જેવી વાત થાય છે, પણ બરાબર પૃથક્કરણ કરી વિવેક સાથે વિચાર કરતાં છૂટાછેડાની વાત નવયુગ રદ કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com