SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ નવયુગના જૈન આપણે એની બારીકીમાં ન ઉતરીએ. છૂટાછેડા મેળવવાના પણ એ પ્રકાર છે: એકને કાયદેસર છૂટકારા અને બીજાને છૂટાછેડા કહે છે. કાયદેસર છૂટકારામાં અન્યને પરણવાની પરવાનગી મળતી નથી. છૂટાછેડામાં પરણવાની રજા છે. લગ્નને જૈન આદર્શ ગૃહસ્યધર્મ ચલાવવાનેા છે. એની ભાવનામાં વિષયાનંદને મુખ્ય સ્થાન ન જ મળે. સાથે ઉપરના નિયમા સમાજમાં થઈ જાય અને એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રીને પરણવાની બાબત ગુન્હા સમાન અથવા ગુન્હા ગણવામાં આવે અને પ્રેમલગ્ન સમાજમાં ઘર કરે એટલે પછી છૂટાછેડાના કે જુદા પડવાનેા પ્રશ્ન આવતા નથી. એવે પ્રસંગ તે માત્ર સ્વભાવભેદમાં આવે. પણ પસંદગીથી સમજીને લગ્ન થતાં એ પ્રશ્નને પણ અવકાશ રહેતા નથી. પ્રેમલગ્ન અને છૂટાછેડાને દેખીતે વિરોધ છે. પાશ્ચાત્ય દેશામાં સ્વભાવ ભિન્નતાને લઈને છૂટાછેડાના પ્રસંગે આવે છે. મૂળ કારણા વાહિયાત હૈાય છે. પછી તે પર રચના કરવામાં આવે છે. આખી આ લગ્નભાવના તદ્દન જુદા ધારણ પર જ રચાયેલી છે. ત્યાં લગ્ન સગવડ ખાતર થતાં નથી, પણ એને ધાર્મિક સંસ્કારનું રૂપ અપાય છે. આ ભાવના વિશેષ અળવત્તર થતી જશે. આ સંબંધમાં પશ્ચિમનું અનુકરણ જૈન નવયુગ નહિ કરે. રશિયામાં તે અત્યારે લગ્નની સંસ્થા જ લગભગ નાશ પામતી જાય છે. ત્યાં દેહસંબંધ અવ્યવસ્થિત દશાએ પડેાંચી ચૂર્ય છે. આપણી ભાવના તદ્દન જુદી છે, આપણે! સમાજવાદ પ્રખ્ખર, પૂર્વકાળના અને અતિ સુદૃઢ છે. લગ્નની સંસ્થામાં જે અનિષ્ટ તત્ત્વ દાખલ થઈ ગયાં હતાં તે દૂર થઈ જતાં છૂટાછેડાને સ્થાન નહિ રહે, નહિ મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy