SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગના જૈન જાતના ધન, લાગવગ કે ખીજો કાઈ સ્વાર્થ ન હાય તા કાઈ ક્રાઈ લગ્ન સુખકર પણ થઈ જતું. પણ પરણનાર સ્ત્રીપુરુષને પૂછ્યું એ તા ધીમે ધીમે તદ્દન ઉડી ગયું. પ્રાચીનકાળના સ્વયંવરે ઉડી ગયા, પ્રાચીનકાળની કાઈ કાઈ કથામાં આવતી દીકરીની પૃચ્છા જાણવાની વાત ચાલી ગઈ અને પછી તે ધેાડિયામાં વેવીશાળ સંબંધ થવા માંડ્યા, અને કાઈ કાર્ય સ્થાને તે પેટમાં છેાકરકરી હાય ત્યાં સંબંધેા થવા માંડ્યા. દાંપત્યને સ્થાને લગ્ન એ એક જાતના વ્યવહાર થઈ પડ્યો અને માબાપને લ્હાવા લેવાનું, પોતાની સમૃદ્ધિ બતાવવાનું અને વ્યવહાર વધારવાનું સાધન થઈ પડયું. જે પ્રજામાં લગ્નને સંસ્કાર ગણવામાં આવે, જ્યાં દાંપત્યના ઉચ્ચ ખ્યાલ હાય, જ્યાં એકપત્નીત્વ અને સતીત્વના આદર્શ હોય ત્યાં લગ્નની આખી સંસ્થા !લી હદ સુધી કેમ ઉતરી ગઈ હશે તે કલ્પવું નવયુગને ભારે પડશે. ઘેડાં ઇતિહાસનાં કારણા, બાકી અવ્યવસ્થિત માનસિક દશા, અગ્રેસરાની શેઠાઈ કરવાની લેલુપતા અને કાઈ પણ પ્રશ્ન ઉપર સળંગ વિચાર કરવાની અશક્તિ, બિનઆવડત અને ચાલી આવતી પ્રથાને હેતુને અભાવે પણ વળગી રહેવાની ચીવટને કારણે કે ગમે તે કારણે આખી લગ્નની સંસ્થામાં ભારે અવ્યવસ્થા ચાલી. ૨૬ નવયુગ આ સર્વે ધડભાંજમાં ઉતરવાનુ` માંડી વાળશે. તે નીચેની રીતે કામ લેશે. લગ્નની હકીકત મનુષ્યના આખા જીવનને પ્રશ્ન છે. એમાં પરણનાર પતિપત્નીને જ લાગેવળગે છે. એમને સલાહ ગમે તે આપી શકે, પણ એના નિર્ણય સ્રીપુરુષ જ કરી શકે. વય, અભ્યાસ, યેાગ્યતા, સ્વભાવ, રસ, વલણુ અને ખીજા માનસિક અને હાર્દિક અનેક સવાલે એમાં એવી રીતે ગૂ ́ચવાઈ જાય છે કે એકને માટે ખીજો નિણૅય કરનાર પાલવે નહિ. એના મિત્રા, માબાપ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy