SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું ૨૨૫ વરવિય કન્યાવિક્રયના જેવો જ એક વિચિત્ર રિવાજ વરવિક્રયને છે. આ શબ્દ અપરિચિત જણાશે. મોટા શહેરના ધનવાને પિતાને કુળવાન માની કન્યા લેવાના સ્વીકારવાના બદલામાં “પૂત ની મોટી રકમ લેતા આવ્યા છે. આ પણ એક જાતનું સાટું છે. એમાં પણ દુર્ભાગ્ય વરનું સાટું નહિ, પણ કન્યાનું જ સારું છે. મોટા શેઠિયાને કરે છે તે તેને ત્યાં અનેક કન્યાનાં માબાપ સગપણ કરવાની દરખાસ્ત મોકલે. આમાં પૂરતની રકમ અગત્યની ગણાય. જે વધારે રકમ આપે તેને ત્યાં સદે પતે. કન્યા કરતાં ભવિષ્યને પતિ બે ત્રણ વરસ નાનું હોય તે પણ ચાલે. અને એ સોદામાં જે કન્યાને ભવ કાઢવાનો છે તેનો અવાજ સરખે પણ નહિ. આ વરવિક્રય શબ્દ એક રીતે તદ્દન ખોટે છે. એમાં પણ કન્યાને જ વિક્રય થાય છે, માત્ર એમાં રકમ લેવાને બદલે દેવાની હોય છે, પણ એના બીજા સર્વ પરિણામે તે એક સરખા જ હોય છે. કન્યા વેચવાની વસ્તુ ન હઈ નવયુગમાં આ રીતે કન્યા લેવા માટે રકમ સ્વીકારવાની આખી પ્રથાને પણ ઉપરને કારણે નાશ થશે. વરકન્યા પસંદગી અમુક કન્યાનાં લગ્ન કોની સાથે કરવા તેને નિર્ણય મુસલમાની સમય પછી માબાપ કરવા લાગ્યા. કન્યાને અમુક પરિસ્થિતિને અંગે નાનપણમાં પરણાવી દેવાનું યોગ્ય ધારવામાં આવ્યું અને બે ત્રણ યુગ જતાં એ ઐતિહાસિક કારણે થયેલે રિવાજ વજલેપ થઈ ગયે. આ કાર્યમાં માતાને તે નામનું જ પૂછાતું. પિતા એ કાર્ય કરે તેમાં ક્વચિત લાભ પણ થતું. પિતાના નિર્ણયમાં જે કઈ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy