SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું २२१ પુરુષવર્ગનું વલણ આથી મોટું પરિવર્તન પામશે. સ્ત્રીસંબંધી પ્રશ્નમાં એ બન્નેના હક્કો અને જવાબદારીઓ વિચારતે થઈ જશે. વિધવાઓને અપશુકન કરનાર કે ભારભૂત માનવાને બદલે એને એ સતીત્વનું આદર્શ, આર્યભાવનાનું જીવંત સ્વરૂપ, મહાકલ્યાણી, મહાત્યાગી અને વંદન કરવા યોગ્ય માનશે. આર્ય ભાવનાના એ ઉચ્ચ આદર્શને જૈન જનતા કદી નિર્ભસ્થશે નહિ, ઉપેક્ષશે નહિ, વિસારી મૂકશે નહિ દાંપત્ય ભાવનાનું જે વિશાળ સ્વરૂપ આર્ય દેશમાં ચીતરાયું છે તે અન્યત્ર અપ્રાપ્ય છે. એ આદર્શનું પર્યાવસાન વિધવાજીવન છે. એને પોષાક સાદે રહેશે પણ એની સેવાભાવના એને વિશાળ આકાશમાં ઉડયન કરાવશે. નવયુગ સંકીર્ણ થઈ ગયેલા વિધવાના પ્રશ્નને ઘણુ સુકરતાથી ઉકેલશે. સ્ત્રીસત્કીર્તિને યોગ્ય ક્ષેત્રે તૈયાર થયા પછી વિધવાને પ્રશ્ન આકરો રહેશે નહિ. આર્ય લોહીમાં જે તપ અને ત્યાગ ઉતર્યા છે, જેના હૃદયમાં જે અહિંસા અને સંયમ ઉતર્યા છે તે વિધવાને સ્થિર રાખશે. છતાં કઈ બાળવિધવા હશે અથવા કોઈ પિતાની જાત ઉપર અંકુશ રાખવા જેટલું સૌહાર્દ બતાવી શકે તેવી નહિ હોય તે તેને કુકર્મ કરી ગર્ભપાત કરાવવાને બદલે એને પરણી જતી અટકાવવામાં આવશે નહિ. આવા કેસો બહુ ઓછી બનશે. સમાજ ફરજિયાત વૈધવ્યની વાત ચાલુ રાખશે નહિ. એ આદર્શ ઉચ્ચ રાખશે, પણ છૂટાછવાયા કેસમાં કોઈ પરણવા માગશે તે તેને અપરિહાર્ય આપત્તિ ગણી તેના તરફ પરાક્ષુખ રહેશે. આવી રીતે ફરજિયાત વૈધવ્યને સિદ્ધાંત છેડી દેવા છતાં આર્ય આદર્શને નબળા ન પડવા દઈ અને જૈન ત્યાગનાં દ્વાર ખુલ્લા કરી તદ્દન અકથ્ય સહેલાઈથી વિધવાને પ્રશ્ન સમાજને જરા પણ નીચે ઉતાર્યા વગર નવયુગ ઉકેલશે. એની નજરમાં બાળહત્યા ગર્ભપાત અને એકાંતમાં અનિષ્ટ કુકર્મ વધારે મહત્વનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy