SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ રર૦ નવયુગને જૈન એ સિવાય સેવાભાવી વિધવાઓ પૈકી અનેક કેળવણીનું કાર્ય કરશે. એમની શિક્ષણ પદ્ધતિ હૃદયને અસર કરનારી જ નીવડે છે. પ્રાથમિક વર્ગોમાં તો સ્ત્રીશિક્ષકો વધારે સુંદર પરિણામ બતાવી રહી છે. એ ઉપરાંત ભાષણ, ગૃહવર્ગો, આરોગ્યવિચારને પ્રચાર આદિ અનેક નાનાં મોટાં ક્ષેત્રો સ્ત્રીઓ માટે ખૂલશે અને તેમાં તેની બચતશક્તિને ઉપયોગ થશે, વિધવાઓને સેવામાર્ગમાં જોડવાથી તેઓને ઉદ્યમે ચડાવવાથી અને તેમને સર્વ સગવડ મળવાથી વિધવાનો પ્રશ્ન અત્યારે જે ગંભીર બની ગયું છે તે નવયુગને નહિ લાગે. વિધવાના પ્રશ્નને નિકાલ સ્ત્રીઓ જ કરી લેશે. નવયુગમાં સ્ત્રીઓ પોતાનું સ્થાન શોધી લેશે, તેમની આવડત અને હૃદયશક્તિને ઉપયોગ કરી એ : પુરુષની પડખે બેસશે અને વિધવાની શકિતને ઉપયોગ થવાને રસ્તે તેમને સાંપડ્યો એટલે વિધવાને પ્રશ્ન સ્વતઃ નીકળી જશે અથવા તેના સંબંધમાં ઘણેઅરે નિકાલ થઈ જશે. વિધવા પૈકી જે તપ ત્યાગ કરી શકે તેમ હોય, જેનું ધર્મ તરફ વલણ હોય તેને તે માટે સર્વ સગવડ નવયુગ આપશે. એ ધર્મની જ્યોતિ બને અને આત્મગુણોને પ્રગતિમાન બનાવી વિશ્વના વિકાસમાં પિતાના વિકાસ સાથે લાભ આપે તે માટે અનેક સગવડે નવયુગ જશે. ધર્મ માર્ગમાં સ્ત્રીઓ ઘણું ઉપયોગી કાર્ય કરી બતાવશે અને જનતાના હાર્દિક ગુણો ખીલવવામાં અગ્રગણ્ય ભાગ લેશે. મહાન પરિવર્તનની આશા જનતાને સ્ત્રી જાતિ તરફની વલણમાં મોટો ફેરફાર થઈ જશે. સ્ત્રીઓ પદવી પામશે, કેળવાયેલી થશે, પિતાની જવાબદારી સમજનારી થશે એટલે સમાજમાં પિતાનું સ્થાન માગી જ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy