SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ મું ૨૦૭ રીતે વ્યવહારમાં પ્રથમ અગત્યને જ્ઞાતિને પ્રશ્ન પૂરો થાય છે અથવા નવયુગમાં જ્ઞાતિ પર ઢાંકણું પડે છે અને તે જૈનદર્શનના ઊંડા રહસ્યને તદ્દન અનુરૂપ છે એવી નવયુગની માન્યતા સાથે તે ઉપર પડદો પડે છે. લગ્ન પણ જ્ઞાતિના પ્રશ્નના નિકાલથી લગ્નના પ્રશ્નને નિકાલ થઈ જ નથી. આ પ્રશ્નના સંબંધમાં ખૂબ ચર્ચા નવયુગમાં થશે. એ પ્રશ્ન નવયુગના અતિ મહત્ત્વના બે પ્રકમાંના એકનું રૂપ લેશે. લગ્ન અને મિલ્કત (Marriage and property) આ બે પ્રશ્નો હિંદમાં એના અનેક આકારમાં ચર્ચાશે. બાળલગ્ન પ્રતિબંધ ત્યાં સુધીમાં પૂરે થઈ ગયો હશે. અષ્ટવર્ષની ગૌરી અને રજસ્વલા કન્યાને પિતા જુએ તે સાત પેઢી રૌૌ નર્કમાં જાય એ સનાતન હિંદુ માન્યતાના કુડચા ત્યાં સુધીમાં ઊડી ગયા હશે. ઢીંગલાઢીંગલીના લગ્નના પ્રસંગે દૂર થવાથી એક મોટા પ્રશ્નને લગ્નને અંગે સુધારો થઈ ગયો હશે, પણ લગ્નને અંગે કન્યાસંબંધ ક્યાં કરે તેના ક્ષેત્રની વિચારણું ભારે ચર્ચા ઉત્પન્ન કરશે. વર્તમાન કાળમાં નાની જ્ઞાતિઓને કન્યા લઈને કેળવણીને ભારે માટે આઘાત થાય છે. માબાપે સંસ્કારી હેય, કન્યાકેળવણીમાં જાતે રસ લેનારા હોય અને કન્યાને કેળવણી આપવી જોઈએ એ મતના હૈય, છતાં પણ કન્યાને કે પતિ મળશે, તે ભણેલ હશે કે થાડું ભણેલ હશે, આદિ અનેક ગૂંચવણને કારણે કન્યાને ઉચ્ચ કેળવણી આપતાં અચકાય છે. કેટલાક તે પ્રાથમિક દેશી ભાષાને અભ્યાસ કરાવી કન્યાને ગૃહોપયોગી કાર્ય કરતાં શીખવવા લાગે છે અને એક કન્યાને જન્મ થાય ત્યારથી એને ઠેકાણે ક્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy