SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २०३ નવયુગને જૈન પડતી દશા શરૂ થઈ ગઈ છે અને તે વર્તમાન ઇતિહાસથી અજાણ્યું રહ્યું નથી. જ્ઞાતિઓને સ્વીકારવામાં જેનોએ હિંદુઓનું અનુકરણ કર્યું છે તે તેને ઓળવાણે ચડાવવામાં તેને પગલે ચાલે તે તેમાં નવાઈ જેવું નથી એમ નવયુગને લાગશે. જ્ઞાતિની બાબત ચાલે છે ત્યારે એક વાત વિચારવા જેવી છે. જેવી નાની નાની નાતે, પ્રાંતિક ભેદે ગુજરાત કાઠિયાવાડમાં છે તેવાં અન્યત્ર હિંદમાં કોઈ સ્થાન નથી. ગુજરાતમાં કેટલીક આખી વાતની પુરુષ, સ્ત્રી અને બાળકોની સંખ્યા ૨૩૦ની છે. આ જ્ઞાતિમાં પરણવા યોગ્ય કન્યાને લાયક પતિ મળતું નથી અને રમતા ખપતા લાયક યુવક ગ્રેજ્યુએટને કન્યા મળતી નથી. જ્ઞાતિના પ્રશ્નને લગ્નના પ્રશ્ન સાથે અતલગનો સંબંધ છે તે આગળ જોઈશું. દીર્ધદષ્ટિ વગરના, અજ્ઞાનતાને કારણે પિતાની અતિ નાની બુદ્ધિને દુનિયાની અકકલને ઈજારે માનનારા જ્ઞાતિના આગેવાનોએ નાતને વહીવટ એટલે ખરાબ કરી નાંખે છે કે એ શબ્દ જ ઘણાસ્પદ થઈ ગયો છે. સંઘબંધારણને ઉદ્ધાર સુધારે અને પ્રગતિ નવયુગમાં થશે ત્યારે તેના પિતાના જ ભારથી જ્ઞાતિઓ દટાઈ કુટાઈ ખલાસ થઈ જશે. અને તેમ થાય તેમાં જૈનદર્શનની નજરે જરા પણ શોચ કરવા યોગ્ય નથી એમ નવયુગને લાગશે. નાતે ભ્રાતૃભાવ અંદર પિષી શકતી નથી અને બહારના ભ્રાતૃભાવની આડે આવે છે. સંસ્કારી જૈન પતે દશાશ્રીમાળી હવાથી પિરવાડની કન્યા લઈ શકે નહિ કે આપી શકે નહિ એ આખી વાત એવી વિચિત્ર છે કે નવયુગને એ આખી વ્યવસ્થામાં કાંઈ પણ પસંદ કરવા ગ્ય કે ચર્ચા કરીને રસ્તો કાઢવા યોગ્ય પણ પ્રસંગ લાગશે નહિ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy