SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ www નવયુગને જૈન ચેખવટથી બેલીએ તે વેતાંબર સંધ, સ્થાનકવાસી સંધ, એટલે એક ગામમાં એકથી વધારે સંધ હોઈ શકે. મુંબઈ જેવામાં તે ઓછામાં ઓછા દશ બાર સંઘે મોજુદ છે, કદાચ તેથી ઘણા વધારે હશે. આથી વધારે વિશાળ સંધ હોઈ શકે એવો ખ્યાલ પ્રાચીન જૈનેને આવ્યું નથી. આપણે હાલ એ જ અર્થમાં સંધ શબ્દ વાપરશું. ત્યાં નવયુગ એક શહેરના જૈનેને એક જ સંધ કરી શકશે. મંદિર કે સ્થાનકની વહીવટી બાબત એ પેટાકમિટીને સેપી એ અભંગ અખંડ એક સંઘની ભાવના પ્રથમ ગામ કે શહેર પ્રત્યે દાખલ કરશે અને પછી તેમાં વધારે કરશે. સંઘનું બંધારણ વ્યવસ્થિત અને લેખિત કરવામાં આવશે. મુદાને નિર્ણય એક ગામને સમસ્ત સંઘ કરશે. યાજના પ્રમાણે અમલ કમિટી કરશે. કમિટીની નિમણુક સંઘ ચુંટણીના ધોરણ પર કરશે. તેમાં સ્થાન કામ કરનાર સેવાભાવીને મળશે. ધનવાનને અગ્ર હક રદ થશે. તે સેવાભાવી હશે તે સમિતિમાં આવી શકશે, પણ તેની સેવાને કારણે અને નહિ કે ધનને કારણે. સંઘમાં સ્ત્રી અને પુરુષ સજ્ઞાનને મત આપવાને અને હાજર રહેવાને તથા સમિતિમાં બેસવાને સમાન હક રહેશે. - સાધુસાધ્વીને સંઘબંધારણમાં બિલકુલ સ્થાન નહિ રહે. ચતુર્વિધ સંઘ એ સમૂહ બતાવનાર જૈન વર્ગનું સમુચ્ચય નામ છે. સાધુસાધ્વીને વહીવટી બાબતમાં ઉતારવા એ એમના ગૌરવને હાનિ કરનાર છે એમ ધારવામાં આવશે અને નવયુગના ઉપર વર્ણવ્યા છે તેવા પ્રકારના સાધુ સંઘ કાર્યમાં સક્રિય ભાગ લેશે પણ નહિ તેમનું કાર્ય ઉપદેશ અને પ્રેરણા આપવાનું રહેશે અને તેમનું નિયત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy