________________
નવયુગને જૈન
રહેશે નહિ અથવા અતિ અલ્પ રહેશે. અત્યારે ધર્મ શેમાં મનાય છે તે પર ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હેય. માત્ર બાહ્ય કિયા થડી જતાઆવતાં કરવી, વ્યવસ્થા કે ધારણ વગર અમુક ક્રિયાની ગંભીરતા કે તેનું હાર્દ સમજ્યા વગર તેમાં પસાર થઈ જવાને દેખાવ કરે, અમુક પ્રકારને હેલમાર્ક (ઘણા માટેસર્વ માટે નહિ) કપાળે કરવો અને શેડા નિયમ રાખવા – અમુક તિથિએ લીલેતરી ન ખાવી, રાત્રિભોજન ન કરવું – આ ધર્મ મનાય છે. વિશેષ ચુસ્ત હેાય તે બાહ્ય ક્રિયા સહજ વધારે કરે, છેડા ઉપવાસ એકાસણું કરે – અહીં આખું લીસ્ટ પૂરું થાય છે. ક્રિયાને ઉદ્દેશ શો, આત્મવિકાસનાં પગથિયાં કેવાં બંધાયાં છે, ક્રિયાને વિકાસ સાથે સંબંધ છે, આત્મા કોણ છે, છે કે નહિ, હેય તે તેનું સ્વરૂપ શું છે, પ્રત્યગાત્માને જગત સાથે સંબંધ છે છે, કર્મથી મુક્તિ થયા પછી એની શી સ્થિતિ રહે છે એવા એવા અંતિમ પ્રશ્ન કે ચેતન અચેતનના સંબંધ, કારણે, નિમિત્તે આદિ મહાપ્રન્ને સાથે જૈન કેમના ૯૯ ટકાને કાંઈ લાગતું વળગતું નથી. એ મહા તત્વજ્ઞાન છે અને દુનિયાને ઝેબ કરી નાંખે એવું એનું તર્કજ્ઞાન છે, એ એનો નયવાદ છે, એવો એનો કર્મનો સિદ્ધાન્ત છે, અનેક બાબતોથી ભરપૂર એ સન્નહબદ્ધ પરિપૂર્ણ દર્શન છે એને વિચાર જૈનના ઘણા મોટા ભાગને નથી અને અત્યારે જે બાહ્ય દશાએ શાસન ચલાવવામાં આવે છે તેમાં એને સ્થાન પણ નથી. છેલ્લા બે ત્રણ સૈકાથી તે જ્ઞાન ઉપર જૈન કેમને વૈરાગ્યવિરાગ થઈ ગયો છે અને છતાં એનું ગાડું ચાલ્યું જાય છે. એ કાળમાં જે પ્રકારને ધર્મ ચાલ્યું છે અને જેના સંબંધમાં પ્રખર વિચારકેએ સખ્ત ફરિયાદ કરી છે તેવા પ્રકારને ધર્મ નવયુગમાં ટકવાને જરા પણ સંભવ નથી. એ ધર્મ કેવા પ્રકારને જામશે
અને ક આકાર લેશે તે આ આખા પુસ્તકની પંક્તિએ પંક્તિએથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com