SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬મું કરવાની પદ્ધતિએ સાધારણખાતાં લગભગ દરેક સ્થળે ડૂબતાં રહ્યાં અને એ ખાડાઓ પૂરવામાં બીનવારસ દાન આપનારાની રકમ સાધારણ ખાતાના ખાડા પૂરવામાં વપરાઈ ગઈ. આ તે ભૂતકાળની દુર્વ્યવસ્થા નવયુગની નજરે થઈ નવયુગ સાધારણ ખાતાને મજબૂત કરવા ખૂબ પ્રયત્ન કરશે. એ કઈ પણ ટ્રસ્ટને ડૂબાડશે નહિ, સાધારણ ખાતાની આવક વધારવા જનાઓ કરશે અને તે પંચાયતી દ્રવ્યને વધારવા ખૂબ રસ્તાઓ કાઢશે. સાધારણખાતાને ઉપયોગ જૈનને વ્યાવહારિક શિક્ષણ આપવામાં, તેમને વેતન (સ્કોલરશીપ) આપવામાં, તેમની પાસે વ્યવહાર ઉચ્ચ પ્રકારને થાય તેવા નિબંધ લખાવવામાં, કેળવણીગૃહે સ્થાપવામાં અને એકંદરે જૈન સમાજને ઉત્કર્ષ થાય તેવા બાળાશ્રમે, વિધવાશ્રમે, વિદ્યામંદિર, યુનિવર્સિટિ (વિશ્વવિદ્યાલયો) સ્થાપવામાં–ચલાવવામાં કરશે. જૈનોને વ્યવહાર અતિ ઉચ્ચ કક્ષાએ મૂકાય તેવી રીતે તેને સદ્દબદ્ધ કરવામાં અને તેનું આખું ધોરણ પાયામાંથી મજબૂત કરવામાં તે દ્રવ્યને વ્યય કરશે. નવયુગ એમ માનશે કે જૈને હશે તે મંદિર જળવાશે, જ્ઞાન વંચાશે, વીરના સંદેશા જગતને પહોંચાડી શકાશે, અહિંસા, સંયમ અને તપને બહલાવી શકાશે અને સર્વ ખાતાઓને પહોંચી શકાશે. તેઓના મતે અમુક અપેક્ષાએ પૂજા કરનારની આવશ્યકતા માટે વારસો જાળવવાને અંગે વિશેષ જણાશે અને તેથી સંખ્યાબળ વધારવામાં અને હેય તેને મજબૂત કરવામાં એ સાધારણ દ્રવ્યને ઉપયોગ કરવાની જરૂરિયાત વધારે માનશે. પ્રાચીન એમ માનતા હતા કે મંદિર હશે તે પૂજા કરનારા આવી પડશે, નવો યુગ માનશે કે મંદિરની રક્ષા કરવા માટે જૈનેની આવશ્યકતા ખાસ છે. પૂજા કરનાર નહિ હોય અથવા પિતાના ઉદરનિર્વાહના કામમાંથી ઊંચા આવી શકે તેમ નહિ હેય તે મંદિરને ઉપયોગ શો છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy