SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ મું ૧ દીક્ષા આપવાને પ્રશ્ન નવયુગમાં રહેશે જ નહિ. એવાં બાળક અથવા બાળાઓને આવી સંસ્થાના વ્યવસ્થિત વાતાવરણમાં તેમની ભાવના પોષાય અને તેમને કેળવણી મળે એવી સર્વ ગોઠવણે નવયુગ કરી આપશે. સાત ક્ષેત્રની વ્યવસ્થા જૈનોની પ્રગતિમાં અસાધારણ ઝડપે વધારે કરનારી અને જૈન સંખ્યાબળના પ્રચારકાર્યમાં અને નવીન વાતાવરણ તૈયાર કરવામાં આગેવાન ભાગ લેનારી કરવામાં નવયુગ પિતાનાં સાધન-ધન, આવડત, શક્તિ આદિ સર્વ–ને તેમની નજરે ઉત્તમ ઉપયોગ કરશે. સાધારણ દ્રવ્ય ઉપરની વિચારણામાં સાધારણ દ્રવ્યને સ્થાન મળ્યું નથી. એ જૈનેને ભવ્ય વિચાર છે, ખૂબ વિચાર કરીને ગોઠવેલ વ્યવહારૂ સંસ્થા છે અને નવયુગને તે ખૂબ આકર્ષક લાગશે અને તેને તે સારી રીતે વિકસાવશે. એને અંગેના નવયુગના ખ્યાલને સંક્ષેપમાં જઈ જઈએ. સાધારણદ્રવ્ય એટલે સર્વ ખાતામાં – ગમે તે બાબતમાં – ખર્ચી શકાય તેવું દ્રવ્ય. પારસીઓમાં જે પંચાયતી દ્રવ્યને ખ્યાલ છે તેવું એ દ્રવ્ય છે. જિનબિંબથી માંડીને શ્રાવિકાના ઉપયોગમાં લઈ શકાય તેવા ધનને સાધારણ દ્રવ્ય કહેવામાં આવે છે. કોઈ પણ ખાતાને પિષણની જરૂર હોય અને તેની પાસે દ્રવ્ય ન હોય તે તેને અંગે આ સાધારણુદ્રવ્ય ખરચી શકાય છે. એ ઉપરાંત ઉપરનાં ખાતાં (જિનબિંબ અને જિનમંદિર તથા જ્ઞાન) એનું દ્રવ્ય શ્રાવકના ઉપયોગમાં ન લેવાને અસલ ઇરાદે જણાય છે એટલે કે એનાથી શ્રાવકના હિતનાં ખાતાં ન ચલાવાય. પણ સર્વથી વધારે જરૂર શ્રાવકશ્રાવિકાઓને અંગે દ્રવ્યની લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy