SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નવયુગને જૈન જિનબિંબ, જિનમંદિર, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત ક્ષેત્રનું પોષણ જેનેએ કરવું એવું ફરમાન છે. એમાં ક્રમ એમ બતાવ્યું છે કે એ અનુક્રમમાં આવેલ કેઈ પણ નીચેના ખાતાનું દ્રવ્ય ઉપરના ખાતા માટે વાપરી શકાય, પણ ઉપરના ખાતાનું દ્રવ્ય નીચેના ઉપયોગમાં ન આવે. આ તફાવત ન્યાયકેર્ટ સ્વીકારે તેમ નથી. તેના નિયમ પ્રમાણે તે જે ખાતાનું દ્રવ્ય હોય તેમાં જ તે ખરચી શકાય. અને એ જે સીપ્રેને નિયમ લાગુ પડે તે બિનજરૂરી મંદિર દ્રવ્યને ઉપયોગ શ્રાવકશ્રાવિકા માટે કરવાની પરવાનગી આપે. આ ગૂંચવણમાં નવયુગ નહિ પડે. એ પ્રાચીન દેવદ્રવ્ય જિર્ણોદ્ધારમાં જ વાપરી નાંખશે. અને જ્યાં ખર્ચ માટે જરૂર નહિ હોય ત્યાં એ નવીન ઉત્પત્તિ તદ્દન બંધ કરી દેશે અથવા નહિવત કરી દેશે. એ શોધ કરશે ત્યારે એને શાસ્ત્રને આદેશ એ પણ મળી આવશે કે પ્રથમથી જાહેર કરેલા સંકેત પ્રમાણે એ દ્રવ્યને ઉપયોગ થઈ શકે છે. એ નિયમનો ઉપયોગ કરી એ નવીન ઉત્પત્તિ માટે નિયમ અને ખર્ચવાના ઉપયોગ જાહેર પણ કરી દેશે. મતલબ શાસ્ત્રમર્યાદામાં રહી એ આખે દેવદ્રવ્યને પ્રશ્ન ઘણું સફતથી પતાવી આપશે. એક વાત અહીં કરવાની છે. નવયુગના વિચાર પ્રમાણે જ્યાં જરૂર નહિ હોય ત્યાં નવીન દેરાસર બાંધવાનું નવયુગ પસંદ નહિ કરે. ખાનગી ખરચથી દેરાસર બંધાય તે પણ તેની જવાબદારી જૈન કેમ ઉપર જ છેવટે પડે છે તે વાતને ખ્યાલ કરી તે જરૂર વગર દેરાસર વધારવાને રિવાજ પસંદ નહિ કરે. અત્યાર સુધી જે જવાબદારી એને અંગે જૈન કેમને માથે છે તે પૂરતી ગણવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy