________________
C
૧૭૬
નવયુગને જૈન
----...
.........રૂ. ૧૧,
૨૫
,૪---
~-
~~
એને ઉપાય તદ્દન સાદાઈ વીતરાગભાવને સાચો ખ્યાલ આપે તેવી શાંત મૂર્તિ અને એ મૂર્તિ પાસે જતાં આપણું આદર્શ વીતરાગદશા સન્મુખ થાય એ પ્રકારનું આખું વિશુદ્ધ વાતાવરણ મૂર્તિ અને મંદિરને અંગે કરશે અને એને વિરોધ કરનારી જે કાંઈ પરિસ્થિતિ એ જેશે તેને એ વગરવાંધે મક્કમપણે અને બરાબર સમજીને તેડી કેડીને ફેંકી દેશે. નવયુગ આ પગલું ભરવા પહેલાં શાસ્ત્રનું સારી રીતે અવગાહન કરશે. એને એમ જણાશે કે દેવે કે ઇદ્રો પ્રભુના શરીર ઉપર ઘરેણાં પહેરાવતા નહોતા, ગળામાં હીરામાણેકની માળા નાખતા નહેતા અને મૂર્તિપૂજામાં પણ અનેક વનવિહારમાં જઈ બડા આડંબરથી પૂજા કરતા હતા –એ સર્વ અસલ વાત શોધી તેનું પૃથક્કરણ કરી આગમાનુસાર દેવસેવા ગોઠવશે અને જૈન માર્ગને વિસરાઈ ગયેલું આદર્શ પુનર્જીવન કરશે અને એમ કરવામાં એ પૂર્વબદ્ધ વિચારથી ન દેરવાતાં સાચે આદર્શ શોધશે, સંગ્રહશે અને અમલમાં મૂકશે.
તીર્થો તીર્થોને એ વારસ માનશે. ત્યાં સેવાપૂજા કરવાની સર્વને છૂટ રહેશે. તેની વ્યવસ્થા જે સેવાભાવી કામદારોના હાથમાં હશે તે તેની મરામત અને જાહેરજલાલી રાખશે. એમાં દિગંબર શ્વેતાંબરના ઝઘડાને સ્થાન જ ન રહે એવી સુંદર વ્યવસ્થા ગોઠવશે અને અરસપરસ એકબીજાનાં તીર્થોમાં જવામાં આનંદ માનશે. એ વીતરાગભાવને આદર્શ જ્યાં જળવાય ત્યાં ખૂબ પ્રેમથી જશે આવશે અને દૃષ્ટિની વિશાળતા થતાં ફીરકાના તફાવત નામમાત્ર પણ નહિ રહે. નવયુગ આ સંબંધી જે વ્યવસ્થા કરશે તેમાં તેની દીર્ધદષ્ટિ અને વ્યવહાર નિકાલ લાવવાની દક્ષતાનું બરાબર પ્રદર્શન
કરશે અને એ નિકાલને સર્વ માન આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com