SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ મું આવશે અને મંદિરના ગર્ભાગાર અને રંગમંડપ વીતરાગ દશાના પોષક બનાવવા નવયુગ પ્રાગતિક સુધારા અને ફેરફાર મક્કમપણે કરશે. આ સર્વ યોજના એ પૂર્વકાળના વર્ણન અને વિચારોને વાંચી તે તદનુસાર ગોઠવશે અને પ્રભુમંદિરને દીવ્ય સૂચક અને શાંત વાતાવરણમય કરવા ઉદ્યમ કરશે. તે દેવદ્રવ્યની મીમાંસામાં ઉતરશે ત્યારે એને જણાશે કે દેવસેવામાં આ વખત રહેનાર પૂજારી સેવકને ધરેલ ખાનૈવેદ્ય વૃત્તિના બદલામાં લેવાનો રિવાજ હતું. જે વગર બદલે સેવા કરે તેની કક્ષા ઉચ્ચ ગણશે પણ જે તેમ ન કરી શકે તે પિતાની લાયકાત પ્રમાણે બદલે લે તે દેવદ્રવ્ય ખાનાર ગણાય એ વાત તે નહિ સ્વીકારે. મતલબ સેવાને બદલો લેવામાં તેને વાંધો નહિ લાગે. એ એમ માનશે કે જે દેવસેના બદલામાં એ ચઢાવો લેવાને ન હેય તે ચઢાવાને કાંઈ અર્થ જ નથી. નિરર્થક મૂડી એકઠી કરવી અને કોઈ જાતની જાવક ન રાખવી એ આર્થિક બાબત જ ન ગણાય, એ યોજના સુવાહિત હોઈ શકે નહિ અને એ ધારણે સમાજબંધારણ થઈ શકે નહિ. વચ્ચેના વખતમાં દેવદ્રવ્યની વ્યાખ્યા મુદ્દો સમજ્યા વગર થઈ છે તેમ તે માનશે અને તેને મૂળ આશય પર લઈ આવવામાં તે જૈન તરીકેની પોતાની ફરજ માનશે. આ પગલું લેવા પહેલાં એ સત્યશોધક દૃષ્ટિએ જોધન કરશે અને અસલ સ્થિતિ તે લઈ આવશે. મંદિરને આશય અને ચઢાવાને ઉદ્દેશ વિચારતાં તેને નિર્ણય ઉપર આવવા પેચ પૂરતું સાહિત્ય મૂળ પ્રથામાં મળી આવશે અને કઈ પ્રકારના પૂર્વબદ્ધ વિચાર વગર આદર્શ જૈન મંદિર કેવાં હેય તેને નિર્ણય કરતાં એ દેવદ્રવ્યના પ્રશ્નને ભારે સંતોષકારક રીતે છણું નાંખશે. એમ કરવામાં અત્યાર સુધી જેને દેવદ્રવ્ય માનવામાં આવ્યું છે તેને એ અડશે નહિ, તેને ઉપગ એ મારવાડ, મેવાડ આદિ અનેક સ્થળોમાં આવેલા ભવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy