SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ નવયુગને જૈન ~ ~ ~ ~ ~~ પ્રત્યેક મંદિરે પોતાના ખર્ચને અડસટ્ટો કરી તેટલી રકમની વ્યાજની આવક થાય તેથી વિશેષ દેવદ્રવ્ય હોય તેને ઉપયોગ જિર્ણ મંદિર દ્વારમાં એ કરી નાંખશે. નવીન દ્રવ્યસંચય દેરાસરની મરામત પૂરત કરશે અને બાકીની આવક વ્યાજની કે બીજી રીતે થશે તે બીજા વર્ષમાં જરૂરી જિર્ણોદ્ધારમાં વાપરી નાંખશે. પ્રત્યેક પ્રાણીને જેમ પરિગ્રહની મર્યાદા હોય છે તેમ મંદિરને પણ મર્યાદા હેવી જોઈએ એમ તે માનનારે થશે. દેરાસરમાં બાહ્ય ભપકા કરતાં સાદાઈ કેમ પોષાય તે માટે તે વધારે ધ્યાન આપશે. મંદિરો ક્રીડાસ્થાને, કેલીસ્થાને કે રતિગ્રહ નથી, પણ આત્મધ્યાનના એકતાનના હૃદયગુહાના આશ્વાસને–આવાસો છે એ ભાવનાને એ પ્રત્યક્ષ કરશે એટલે અર્થ વગરની ચિત્રામણ, બિહામણું રંગ અને કળા વગરનાં સ્થાપત્યોને દૂર કરશે અથવા તનિમિત્તે દેવદ્રવ્ય વ્યય કરવાનું બંધ કરશે. જે મંદિરને ખર્ચગી વ્યવસ્થા થઈ હોય તેમાં વધારે દ્રવ્યસંચય થાય એવા સર્વે માર્ગો એ બંધ કરી દેશે. છતાં સામાન્ય આવક થશે તેને ઉપર પ્રમાણે વ્યય કરી નાખશે. મંદિર પાસે આરબોની ચકી રાખવી પડે એવી મંદિરની પરિસ્થિતિ નહિ રહેવા દે. પૂર્વકાળમાં દેવમંદિર અભંગદ્વાર હતા એ કેમ રહી શક્યા હશે એની ગોઠવણ વિચારી તે આદર્શી પહેચવા વ્યવસ્થા કરશે. જૈન મંદિર કળા અને સ્થાપત્યના નમૂના થાય અને છતાં સાદાં રહી શકે, અંતરનાદનાં પ્રેરક બની શકે અને ધ્યાન, જાપ અને એકતાનના પ્રેરક ઉત્તેજક અને ઉદ્ભવ સ્થાન થઈ રહે એવી રીતનું વાતાવરણ એની આસપાસ ગોઠવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy