SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન છે, તેમને સમય વધારે મળે છે, પણ શક્તિને ઉપયોગ કરવાનું કાંઈ સાધન નથી–એ સર્વ સમજી એ સ્ત્રીવર્ગને સુધારવા ભારે મજબૂત પ્રયોગ કરશે. આદર્શ માતા ગૃહિણી કેમ થવાય, ધર્મ, અર્થ અને કામ ત્રણે કેમ સાધી શકાય એની નવી ચાવીઓ તે શોધી કાઢશે અને સમાજને શીખવશે. ખાસ કરીને સ્ત્રીવર્ગમાં તેમનું કામ વધારે રહેશે. જ્ઞાનનું સરસ્વતી સમ વર્ચસ્વ ધારણ કરતી એ સુશીલ આર્યા સતીજી સંસારને ધર્મસન્મુખ બનાવતી નવપલ્લવિત કરશે. એ પિતે જાહેરમાં ભાષણ આપશે, લેખ લખશે અને એનાં વ્યાખ્યાન પુરુષો પણ વગર વિકારે સાંભળી હૃદયવાન બનશે. સ્ત્રીઓ સંસ્કૃત ન બેલી શકે એ વાત તે સમજી નહિ શકે અને મોક્ષને પિતાને હકક બરાબર સ્થાપન કરશે. ગમે તે સાધ્વી નહિ થઈ શકે. જેને સાચે વૈરાગ્ય થયો હય, જરૂરી જ્ઞાન હેય અને નિર્ણિત કસોટિમાં ઉમેદવારી કરી પસાર થયેલ હશે તે જ આ ગૌરવવાળું જવાબદારીથી ભરપૂર પદ પ્રાપ્ત કરી શકશે અને જે તેને પ્રાપ્ત કરશે તે પિતાના ત્યાગ ચારિત્ર અને તપથી દીપાવશે. એ પિતાના અખ્ખલિત પ્રયાસ આવડત અને ઉદ્યોગથી સાધ્વીપદ સાધુ જેટલું જ માન્ય અને પૂજ્ય છે એવું બતાવી આપશે અને એની નિસ્પૃહ સેવાથી જનતા એને વગર માગે સમાજનું ઉચ્ચ સ્થાન આપશે. એ કઈ પણ પ્રકારે સમાજ પર બેજા રૂપ છે એવી સ્થિતિ પોતાના કાર્ય અને ત્યાગ દ્વારા રહેવા દેશે નહિ. સાધુસાધ્વીમાં આવનાર ગમે તે જ્ઞાતિમાં જન્મેલ હેય તેની સાથે આહાર થઈ શકે છે તે સારી વાત છે. એ બાબતમાં નવયુગમાં તફાવત કરવાને કે આંતર રાખવાને કાઈને ખ્યાલ પણ નહિ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy