________________
પ્રકરણ ૧૫ મું
નામ નહિ હોય. ક્રિયાજ્ઞાનને સહયોગ કરશે અને માત્ર ક્રિયાયિ થઈ નહિ જાય. અહિંસાને આદર્શ જગતને સમજાવી વૈવિધ જેમ બને તેમ અલ્પ કરાવશે અને શાસનના ડંકા દિગંતમાં વગડાવશે. એનામાં સહિષ્ણુભાવ ખૂબ થશે. એ પ્રત્યેક દર્શનના દષ્ટિબિંદુ સમજશે સમજાવશે અને અંશ સત્યને તેટલા પૂરતું માન આપશે. એની ભાષામાં કલીષ્ટતા નહિ આવે, એ અન્ય દર્શન ઉપર આક્રમણ નહિ કરે, પણ વસ્તુસ્થિતિનું યથાર્થ જ્ઞાન આપશે. એ જ્ઞાન મેળવવા માટે હમેશાં જિજ્ઞાસુ રહેશે અને સત્ય જ્યાં હશે ત્યાંથી શોધી તેને સ્વીકાર કરશે. સમાજને સાચે રસ્તે મૂક્વાની પિતાની ફરજ સમજશે અને તે માટે અનેક પ્રકારનાં સુપયોગ કરશે, પણ તેમ કરવામાં તે જરા પણ અસભ્ય નહિ થાય. જૈનના આદર્શ ત્યાગને દાખલે એ રજૂ કરશે અને આત્મસાધન કરતાં તેના એક વિભાગ તરીકે પરને તારવાને રસ્તે પાડવાને અને સંસારથી ઊંચા આવવાનો માર્ગ બતાવશે.
સાવી સાધ્વીનું સ્વરૂપ નવયુગમાં તદ્દન અભિનવ થઈ જશે. એ ન સંસાર નહિ માંડે. એ શ્રાવિકાઓની ખટપટનું કેન્દ્ર નહિ બને. એ શ્રાવિકાવર્ગને સેવાકાર્યમાં, અભ્યાસકાર્યમાં અને ઉદ્યોગકાર્યમાં જોડવા ખાસ પ્રયાસ કરશે. એનો આદર્શ બ્રાહ્મી અને સુંદરીને રહેશે. અભ્યાસ વગરનું જીવન સાથ્વીનું શોભે જ નહિ તેમ તે માનશે. માયાળુતા નમ્રતા આદિ હદયના ગુણો તેનામાં ખૂબ ખીલશે અને તે જગતમાં ખીલાવશે, પ્રસરાવશે અને જગતની યાદેવીનું સ્થાન લેશે. એ પિતે નિરર્થક વાતે કરશે નહિ અને ખાસ કરીને સ્ત્રીવર્ગ કુથલી શા માટે કરે છે તેનું કારણ શોધી કાઢી તેને ઉપચાર કરશે. નવયુગની સ્ત્રીઓને ફુરસદ વધારે રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com