________________
પ્રકરણ ૧૩ મું
સંગઠન ધર્મના વિષયના પ્રકરણ નીચે સંગઠનની યોજના નવયુગ કેવી રીતે કરશે તે વિચારવાનું સહજ પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી
વ્યક્તિગત વાત થઈ હવે ધર્મને અને સમાજને કે સંબંધ રહેશે તે આ શિર્ષક નીચે વિચારવાનું પ્રાપ્ત થાય છે.
સર્વથી અગત્યને પ્રશ્ન દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, ફિરકાઓ વચ્ચેના સહકાર-સંગઠનને છે. દિગંબર અને તાંબરે વચ્ચે હજાર વર્ષથી પણ વધારે વખતથી વિરોધ ચાલે છે અને સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વેતાંબરે વચ્ચે બેસે વર્ષથી વિરોધ ચાલે છે. એમાં અગવડ કરનારું તત્ત્વ અરસ્મરસના ભ્રાતૃભાવના અભાવનું છે. લેશ, કડવાશ અને અવ્યવસ્થિત ટીકા એટલી અંગત રૂપ લઈ લે છે કે વર્ષોથી સત્ય શોધન માટે કેઈએ દરકાર કરી નથી કે સર્વને મળતા મુદ્દા ઉપર એકત્ર કરી એક વ્યાસપીઠ (પ્લેટફોર્મ) પર લાવવાને સબળ પ્રયત્ન પણ કેઈએ કર્યો નથી. દુર્ભાગ્યે એ સંબંધમાં જ્યાંથી ઐક્યના ઉપદેશની આશા રખાય ત્યાંથી ભયંકર આક્રમણે ધર્મને નામે થતાં આવ્યાં છે. આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com