SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ નવયુગને જૈન * * * ભંડારને નાશ થવાથી અમુક પ્રતિને સર્વથા નાશ થયો નથી એ ટાંકેલા ગ્રંથોના વર્ગીકરણ પરથી જણાય છે. અમુક પ્રત ચાલી ગઈ હશે, પણ તેને સર્વ સ્થાનકેથી નાશ થઈ ગયે એ દાખલો મુસ્લીમ સમયમાં બન્યું નથી. પુસ્તકનો નાશ અલ્પ અભ્યાસથી થયો છે. છેલ્લાં બેસે અઢી વર્ષ એટલાં ઠંડાં ગયાં છે કે તેમાં વિશિષ્ટ ગ્રંથ ઉઘાડવાની પણ કેઈએ દરકાર કરી નથી. વીસમી સદીમાં એક પ્રખર જૈન સાધુએ “સન્મતિતક' વાંચવા માંડ્યું ત્યારે તેમને ખબર પડી કે ઉપાધ્યાય શ્રીમદ્યોવિજયજીએ તે વાંચી તે પર નોંધ લખી બંધ કર્યું ત્યાર પછી બસે વર્ષમાં કેઈએ તે ઉઘાડયું નથી. અભ્યાસની જરૂર ન રહી એટલે પ્રતે શુદ્ધ મળવી અટકી ગઈ અને અભ્યાભ્યાસીએ સમજ્યા વગર જ્યાં ત્યાં હરતાલ લગાવી દીધી. આ હરતાલની કથા પણ ભારે જબરી છે. કહેવાની વાત એ છે કે બહારના ત્રાસ કરતાં આપણું પિતાના પ્રમાદથીબેદરકારીથી આપણે વધારે ગુમાવ્યું છે. એક બીજે પણ પ્રસંગ ભારે શરમાવનારે બને છે. અભિપ્રાયભેદ થાય અથવા ઉત્તર આપવાની આવડત ન હોય તે પુસ્તકને જળચરણ કરવાની ભયંકર કથા સત્તરમા સૈકામાં પ્રવર્તી છે. આ અતિક્રમ પિતાના વર્ગ તરફથી જ થવાને બનાવ અન્યત્ર અલભ્ય છે. આ તે મહાન વિષય છે, પણ અહીં તેને ઇતિહાસની નજરે સ્થાન મળે તેવું નથી. વાત એ છે કે નવયુગ બેદરકારીથી કે વિરોધને કારણે સર્વકાલીન ગ્રંથને નાશ થવા નહિ દે. અવ્યવસ્થિત કવન ઢંગધડા વગરના લેખે તે ઘણા ચાલ્યા જશે. જે પુસ્તકની બીજી આવૃત્તિ થવા યોગ્ય ન હોય તે ગ્રંથ જાળવવાની જરૂર ભાગ્યે જ ગણાય. બાકી જે જાળવવા લાયક પ્રાચીન કે નવીન ગ્રંથ છે તેનું સંરક્ષણ અમૂલ્ય વારસા પેઠે નવયુગ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy