SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ નવયુગના જૈન પણ આપશે અને વીતરાગ દશાનું નાનું દૃષ્ટાંત જગતને રજૂ કરશે. આવા આદર્શો સાધુએ અતિ અલ્પ સંખ્યામાં થશે. સેવામ`ડળમાં જોડાનારની સંખ્યા બહુ મોટી ઉત્તરાત્તર થતી જશે. સાધુઓ પ્રત્યેનું વલણ વમાન યુગના સાધુએ પ્રત્યે નવયુગ જુદું જુદું... વલણ લેશે. ચારિત્રભ્રષ્ટ દુકાનદારી ચલાવનારા વૈદુ' કરનારા અને ગેરજી જતિ શ્રીપૂજ્ય આદિ નામ ધારણ કરનારાને એ વિજ્ઞપ્તિ કરી મધ્યમ કક્ષામાં જોડાવાની લાયકાત મેળવવા કહેશે. અને જે તેમ કરવા તૈયાર થશે અને તેને યોગ્ય અભ્યાસાદિ કરશે તેને જૈન સમાજનું સેવા અંગ જાળવવાના કામમાં રોકી દેશે. જે પતિ ગારજી આદિ મધ્યમ કક્ષાના ત્યાગ પણ નહિ બતાવી શકે તેને ગૃહસ્થ થઈ પ્રમાણિક આવક ઉત્પન્ન કરવાનું જણાવવામાં આવશે. ચારિત્ર વગર ધર્મને નામે ભવાઈ । દુકાનદારીને કે ધંધાને સ્થાન નહિ રહે, પણ સમાજના કાઈ વિકૃત થયેલા અંગને કાપીને ફેંકી દેતા પહેલાં તેને જરા ઓછા દરજ્જાની તા પૂરતી આપવામાં આવશે. નવયુગ સમાજને સન્નદ્દબદ્દ કરવાની ચેાજના કરનાર હેાવાથી તેના હાથમાં પ્રત્યેક કક્ષાના માણસના ઉપયોગ થઈ શકે તેમ રહેશે અને તેથી પ્રત્યેકને સમજાવી તેને યોગ્ય કાર્ટીમાં જોડવામાં આવશે. આળસુ, એદી, સુસ્તને સમાજ પર નભવાના હક્ક નહિ રહે, તેની સાથે ખરા સેવાર્થી આત્માથી ભાગ આપનારને નાનાં મોટાં ક્ષેત્રામાં અનેકવિધ કાર્ય કરવાનું મળશે અને તેના બદલામાં સમાજ તેને પાશે, અતિ ઉચ્ચ વિશિષ્ટ ભાગ આપનાર આ સાધુને માટે તે। સદા સ્થાન ખુલ્લું જ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy