SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી ચર્ચા કરવામાં ડરવા જેવું નથી. ચર્ચા વગર વિચાર થાય નહિ અને વિચાર વગર કાર્ય થાય નહિ. પ્રગતિનું મૂળ ચર્ચા છે. અંગત રાગ દ્વેષ છડી, પૂર્વબદ્ધ વિચારેને કે અભિપ્રાયોને આગ્રહ છોડી, સત્યશોધન કરવાની અત્યારે તક સાંપડી છે એ જવા દેવા જેવી નથી. અત્યારે વિચારકેનું કામ છે અને તેને ખરે અવસર પ્રાપ્ત થયો છે. કાળબળ ખૂબ કામ કરી રહ્યું છે અને જૈન સમાજ તે પ્રત્યેક યુગમાં સમયધર્મ સ્વીકારતેજ આવેલ છે. જ્યારે જ્યારે એ મૂળ મુદો ચૂકી એકાંતને આશ્રય લીધો છે ત્યારે આપણે માર ખાધે છે અને અત્યારે તે અનેક રીતે પાછા પડી માર ખાઈ ખાઈને એવી સ્થિતિએ પહોંચી ગયા છીએ કે અત્યારની સ્થિતિ વધારે વખત નભાવી લેવા યોગ્ય નથી. પણ ભાઈ બાપુ કરીને દલપત્ત શૈલીએ સુધારા કરવા પાલવે તેમ નથી, પણ નર્મદ શૈલીએ યાહેમ કરી આગળ ધપવાને સમય આવી લાગ્યો છે. ફત્તેહ માટે શંકા નથી; પણ પ્રથમ પગલાં ભરનારને કદાચ થોડા વખત સહન કરવું પડે છે તેથી ડરવા જેવું નથી. આ સર્વ હકીકત લેખમાં એક અથવા બીજા આકારે આવશે. આ લેખનું નિર્માણ કરતી વખતે અંગત આકાર ન લઈ લે તે માટે “મહામંદિરના ભિષ્મના નામથી એને બહાર પાડવાને વિચાર હતે. એને હેતુ તદન શુદ્ધ હતું. સમાજને નામ સાથે લેવા દેવા ન હોય, એને તે વિચાર સાથે જ કામ છે, પણ પછી વિચારથય કે નામ છૂપાવવાનું તે કાંઈ કારણ નથી અને એક નિયમ તરીકે લેખકનું નામ ન આપવાથી ગેરસમજુતી થવાને સંભવ લાગવાથી મારા નામેજ એ લેખ પ્રકટ કર્યો છે. મારા નામ તરફ જોઈ વિચારનિર્ણય ન કરતાં નવયુગને લક્ષ્યમાં રાખી એ પર ચર્ચા કરશો એટલી વિજ્ઞપ્તિ છે. મને નવયુગને અવકતાં એ જેવા વિચારે કરશે, જેવું બોલશે, વર્તન કરશે, એમ લાગ્યું છે તે લખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy