________________
છે, અને એ એટલા જટીલ અને સંકીર્ણ છે કે એ સર્વને પરિપૂર્ણ ન્યાય આપો કે આપવાને દાવો કરવો મુશ્કેલ છે, પણ સમાજને ચરણે આ નૈવેદ્ય ધર્યું છે. કૃપા કરીને પ્રશ્નને પરસ્પર સંબંધ ધ્યાનમાં લેશે તે એકદેશીયતા નહિ થઈ જાય.
એકદેશીયતાને અંગે અહીં ખાસ જણાવવાનું કે નીચેનાં મુખ્ય સૂત્રો ઉપર આ લેખ લખાય છે, એ સૂત્રે જેને અમાન્ય હેય તેને માટે લેખ નિર્થરક છે.
જૈન ધર્મનાં ક્રિયાવિભાગને અંગે સ્વાતંત્ર્યને ખૂબ સ્થાન છે. વિધિ અને નિષેધ ભગવાને એકાંતે પ્રરૂપ્યાં નથી.
“દવ્યાનુગમાં મતભેદ પાલવે નહિ, ચરણકરણમાં જે માગે પિતાનું શ્રેય સાધી શકાય તે માર્ગે સાધવું. વેગ અસંખ્ય છે અને પિતાને અનુકુળ વેગ માર્ગ શોધી લે, એની પસંદગીમાં આત્માને સ્વાતંત્ર્ય છે.
આખા જૈન શાસનના ચરણકરણાનુયોગની રચના અહિંસા, સંયમ અને તપ પર થયેલી છે અને એ સાધ્ય લક્ષ્યમાં રાખી મૂળ માર્ગ શોધવાને છે.
“ક્રિયા માર્ગમાં લાભાકાંક્ષી વ્યાપારી પેઠે આવ્યયની તુલના કરી જેમાં વધારે લાભ દેખાય તે ક્રિયાને સ્વીકાર કરે અને જ્યાં હાનિ દેખાય ત્યાં અટકી જવું. એમાં વ્યક્તિવાતંત્ર્યને પણ સ્થાન છે.
અમુક હકીકત ચાલી આવે છે માટે જ તે શુદ્ધ છે એમ ધારી, લેવું નહિ, પણ તેની કોટિ કરવી. પુરાણું સર્વે સારું છે એમ ધારવું નહિ, તેમજ તે સર્વ ઉખેડી ફેંકી દેવા ગ્ય છે એવી ધારણાથી પણ ચાલવું નહિ.”
આ સૂત્રે માન્ય હોય તે જ આ ઉલ્લેખમાંથી કાંઇ વિચારવા જેવું મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com