SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું મુલતવી રાખી અહીં સામાન્ય રીતે એટલું કહી શકાય કે નવયુગને માનવી માનસવિદ્યાને અભ્યાસ કરી પિતાના પ્રત્યેક આચરણની કિંમત કરી શકે તે માટે ખૂબ સાધને મેળવી શકશે. એ મનેવિકારનો અભ્યાસ કરી અટકશે નહિ, પણ તેના પર સામ્રાજ્ય મેળવવા બનતું કરશે. એ અંતરંગ રિપને પરિહાર કરવા તત્પર થશે, એટલું જ નહિ પણ એ વિષયને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકશે, પ્રત્યેક વિકારની વ્યાખ્યા બાંધશે, એના સૂક્ષ્મ સ્વરૂપને અને એના ઊંડા તથા પ્રકટ આવિર્ભાને એ ઓળખતે થશે અને એને ઓળખીને ન અટકતાં એ એની સામે થવા બનતું કરશે. બાકી આ વિષય ઘણું વિશાળ હોઈ અને વિરામ કરે એ જ એને માટે શક્ય છે. પ્રત્યેક મનોવિકારને અંગે ખૂબ વક્તવ્ય છે અને નવયુગ પ્રત્યેકને અંગે નવી દિશા દેરનાર છે એમ દેખી શકાય છે. મુદ્દાની બાબતમાં તે સાપેક્ષ રહેશે એટલું જણાવી આગળ વધીએ. મનેવિકારનું પૃથક્કરણ કેમ થાય તેનો એક દાખલો આપીએ. કોઈ નવયુગના માણસ પાસે આવી કહે કે “ભાઈ ! તમે તે આટઆટલું અંગ્રેજી ભણ્યા છતાં ધર્મશ્રદ્ધા રાખે છે તે હદ છે!' આના જવાબમાં તે કહે કે “ભાઈ! આપણે તે કોણમાત્ર છીએ ! દુનિયામાં અનેક રત્નો છે!” વગેરે. આ જવાબમાં માન પણ હેય, માન મેળવવાની ઈચ્છા પણ હય, વધારે પ્રશંસા મેળવવાનું નેતરું પણ હોય અને હૃદયપૂર્વકની પિતાના સ્થાનની અલ્પતાના સત્તાનપણાનું નિદર્શન પણ હોય. એ જવાબમાં અંતરરિપુને વિજય છે કે રિપુ પર વિજય છે એ કહેવું મુશ્કેલ પડે. પણ પૃથક્કરણ કરતાં આવડે અને બેલનારની ભાષા હાવભાવ અને રાહઘાટ જોવામાં આવ્યા હોય તે ચોખવટથી એનું નિરૂપણ થઈ શકે. આવી અનેક ગૂંચવણે માનસક્ષેત્રમાં છે. પ્રત્યેક વિકારની તરતમતાનો પાર નથી, એના આવિર્ભાવ તિરંભાવના પ્રસંગોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy