SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન ખાતર પિતાનાં સુખસગવડ કે આરામને વિચાર પણ ન જ કરે એ ધોરણ પર એને જીવનવ્યવહાર બંધાશે અને એનું કર્તવ્યઅકર્તવ્યનું જ્ઞાન બહુ વિશાળ પાયા પર રચાશે. એને અભ્યાસ અને અનુભવ, એના અનેક અટપટા પ્રસંગોનાં હૃદયચિત્રો અને અન્ય પ્રજાઓએ ભેગવેલી યાતનાઓ વગેરેનું જ્ઞાન અને બહોળાં સાધનને લઈને એને વિશેષજ્ઞ થવાની તક ઘણી મળશે અને તે પ્રત્યેક તકને પૂરતો લાભ લઈ પિતાની ફરજ ક્યાં છે તેને નિર્ણય કરવા અંતઃકરણથી પ્રયત્ન કરશે. તે અન્યને અનુભવને લાભ લેવા તત્પર રહેશે અને અન્યના વિચારને માન આપનારે, તેને તળનારે અને સમાજમાં સર્વને યોગ્ય સ્થાન આપી પોતાનું સ્થાન નિર્ભર કરનાર વિશેષજ્ઞ થશે અથવા થવા સાચા પ્રયત્ન કરશે. (૨૭) કરેલ ઉપકારને તે સ્વીકારશે અને તેને બદલે વાળવા પ્રયત્ન કરશે–એ આ બાબતમાં પણ ઉપર ઉપરને દેખાવ કરવાથી રાજી નહિ થાય, પણ ક્યારે તક મળે અને નાના કાર્યને, પ્રેમને, સેવાને વધારે બદલે વાળું એમ ઈચ્છશે. નાનાં કાર્ય માટે એ આભાર માનવાની, સામાન્ય ખલના માટે માફી માગવાનો ઉપચાર કરનારે પણ થશે, પણ સાચા કાર્ય માટે, અણીને વખતે કરેલા ઉપકાર માટે તે વિસ્મરણ નહિ કરે. એ વ્યક્તિગત ઋણ ચૂકવશે અને સમાજનું ઋણ સેવા કરીને વાળી આપવા પ્રયત્ન કરશે. જેના ઉપર સમાજે ઉપકાર કર્યો હોય તે ઉપકારને વિસરી જઈ સમાજને ભાંડનારા પણ કઈ કઈ નીકળી આવશે ખરા, પણ એકંદરે ઋણ સ્વીકારનારા અને ફેડનારા વધારે મોટા પ્રમાણમાં નવયુગમાં નીકળશે. (૨૮) સેવાભાવ તેનામાં ખૂબ ખીલવાને કારણે, સમાજની જરૂરિયાતના પ્રખર અભ્યાસને પરિણામે અને પિતાનું જીવન જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy