________________
ખૂબ જોરદાર કરી રહ્યા હતા. જુસ્સામાં ચાલતાં વ્યાખ્યાનમાં મક્ષિકાએ મુખમાં પ્રવેશ કર્યો. કરતાં વ્યાખ્યાનને ધ્વનિ અટકે છે અને વમનને ધ્વનિ ઝળકે છે. ભાઈઓ ! વિચારજો ! વીતરાગના વચનામૃતનું પાન કરતાં શ્રોતાઓ શું સાંભળે છે ! આ પ્રતાપ કેને? વ્યાખ્યાનમાં મુહપત્તિ નહી બાંધનારાઓના મુખમાં મક્ષિકા પ્રવેશ કરી શકે છે ? એવા અનેક કારણોએ શાસ્ત્રકાર મહારાજે મુહપતિ બાંધી વ્યાખ્યાનાદિક કરવા ભલામણ કરેલ છે.
રીખભદાસ કવિના હિતશિક્ષાના રાસમાં નીચેનાં પદેના અર્થો કરવા સિદ્ધચક્રના લેખકને મારી ભલામણ છે.
મુખે બાંધી તે મુહપત્તિ, હેડી પાટ ધાર, અતિ હેઠી દાઢી થઈ, જેતર ગલે નીરધાર; એક કાને ધ્વજ સમ કહી, ખભે પછેડી ઠામ,
કેડે બેસી કોથળી, નાવી પુણ્યને કામ ! ઉપરનાં હિતશિક્ષાનાં પદેને વાંચી વિચારશે કે પરાપૂર્વથી ચાલતી આવેલી પ્રણાલિકાને ધ્વંસ કરી ઉપરની ખરી વસ્તુને બેટી બનાવવા કેશીશ કરવી તે સજજન માણસને આચાર નથી. આટલે ટૂંક ઉલ્લેખ વાંચી–સમજી પિતાની ભૂલને સ્મરણમાં રાખી અટકશો એવી મને આશા છે; છતાં ભાવીના ઉદયથી અટકશે નહી તે વાંચકેને અવળા રસ્તે જવા દેવા તે મારી ભાવના નથી, એમ લખી વિરમું છું. તથાસ્તુ
લી. જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના
પ્રશિષ્ય પં, કલ્યાણવિજય કેટ, વોરા બજાર, મુંબઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com