________________
વનવીરને રાજ્યાભિષેક
-
-
-
-
પાલન કર્યું. અને ધાત્રીએ પોતાના બાળકને ઉદયસિંહની પથારીમાં સુવાડ. એટલામાં વનવર લેહીવાળા હાથ લઈ ત્યાં આવ્યું, અને ઉદયસિંહની શોધ કરવા લાગ્યા, અને કહ્યું કે રાજકુમાર કયાં છે? તેથી ધાત્રી પન્નાના તે હેસકોસ ઉડી ગયાં, અને એક શબ્દ પણ ન બેલતાં તેણે રાજકુમારની પથારી તરફ આંગળી લાંબી કરી. જેથી નિષ્ફર વનવીર તરત જ બાળકના હૃદયમાં કાતિલ છરી ઘોચી દીધી અને બાળક કિઆિરી પાડી તુરત જ મરી ગયો. હતભાગિની ધાત્રી સામે જ તેના હૃદયને દીપક બુઝાઈ ગયે, તેના વહાલા બાળકનો નાશ થયે, છતાં પણ તેણે પિતાના પુત્રને માટે જરાપણ રૂદન કર્યું નહીં. અને ગુપચુપ આ સારતી પિતાના છોકરાના શબને અગ્નિાહ કરવા ચાલી ગઈ, મહારાણુંઓને પણ ધાત્રીને મહાન કાર્યની ખબર નહતી, તેથી તેઓ સર્વ રૂદન કરવા લાગ્યાં, કોઈને પણ ખબર ન હતી કે ધાત્રીએ ચિત્તોડના ભાવી રાણાને બચાવવાને માટે પિતાના પ્રાણથી અધિક પુત્રને નાશ કર્યો છે. ઈતિહાસમાં આ પવિત્ર “ધાત્રી પન્નાનું નામ સુવર્ણાક્ષરથી સદા અંકિત રહેશે.
ખીચી” રાજપુત કુળમાં તે પન્નાને જન્મ થયો હતો. જ્યાં સુધી પૃથ્વી પર રાજપુતાનું નામ રહેશે, ત્યાં સુધી પન્નાના પવિત્ર નામનું સર્વ મનુષ્યને સમરણ રહેશે જ. ચિત્તોડની પશ્ચિમ દિશામાં “બેરીસ” નામની નદિના કિનારા પર પેલે હજામ રાજકુમારને લઈ બેઠો હતો ત્યાંજ ધાત્રી પન્ના પણ આવી પહોચી, તેણે આવી જોયુ તો રાજકુમાર ઉદયસિંહ હજી નિદ્રાવશ છે.
ધાત્રી રાજકુમારને પિતાની સાથે લઈને વાઘજીના પુત્ર સિહરાવ પાસે ગઈ, અને ત્યાં પિતાને રહેવા દેવાની પ્રાર્થના કરી, પણ સિંહશવે વનવીરના ભયથી તેને સ્વીકાર ન કર્યો અને તે અત્યંત શોકાતુર થઇને બાળે, રાજકુમાર ની રક્ષા કરવાની મારી ઘણી જ ઈચછા છે. “પશુ ” વનવીરને આ વાતની ખબર પડે તે મારા વંશ સહિત નાશ કરે કારણ કે તેની સાથે યુદ્ધ કરવાની મારામાં તાકાત નથી” તેથી ધાત્રી પન્ના દેવળને ત્યાગ કરી ડુંગરપુર ગઈ અને રાણા યશકર્ણની પાસે જઈ પ્રાર્થના કરી, પરંતુ તેને પણ વનવીરના કરથી ના પાડી, જેથી તે નિરાશ થઈને કેટલાક વિશ્વાસુ ભીલોને સાથે લઈ અરવલ્લીની દુર્ગમશેલમાળા તથા ઈડરના કૂટમાર્ગો ઓળગી રાજકુમાર સહિત કમલમેર આવી પહોંચ્યા, અહીં આ દિખા નામના વણિક કુળમાં ઉત્પન્ન થએ અશાશાહ નામને એક જૈન રાજપુત રાજા રાજ કરતા હતા. ધાત્રી રાજકુમારને લઈ આશાશાહને મળવા ગઈ કે તરત જ બાળકને આશાશાહના મેળામાં મુકી દીધે, અને નમ્રતાપૂર્વક બેલી કે “ આપના રાજાને પ્રાણ બચાવે.” પણ આશાશાહે ભયભીત થઈ પોતાના ખોળામાંથી રાજકુમારને નીચે મુકી દીધો. પણ ત્યાં રાજમાતા ઉભા હતા, તેથી તેમણે પિતાના પુત્રની આવી કાયરતા જોઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com