________________
ધરમપુર અને ઉદયપુરને સંબંધ
રહ્યા છે. તેઓ એક સારામાં સારા સંગીતની કળાના સુંદર જાણકાર, તેમજ ઘણું જ ઊંચું જ્ઞાન ધરાવનાર રાજવી છે.
તે એાએ આદર્શ રાજવી તરીકે પિતાનું નામ શોભાવ્યું છે.
રાજ્યની આબાદી તેમજ પ્રજાની આબાદીમાં પણ મુખ્ય એવા રાજકેટ નિવાશી કેદી કુટુંબના નબીરા, રા. ૨. વૃજલાલભાઈ મોદી, રા. ૨. અપચંદભાઈ મેદી, તેમજ હાલમાં પનલ સેક્રેટરી રા. ર, લેગીલાલભાઈ જે મેદી, શ્રી. ઘણી જ સેવાપણની અદ્વીતીય છે. પરમાત્મા નામદાર મહારાણા સાહેબને અને તે શ્રીના મહારાજ કુમાર નરહરદેવ દાદા સાહેબ, તથા પૌત્ર કુમારશ્રી નામદાર સહદેવ સાહેબ વિગેરે, સહકુટુંબને પરમાત્મા સદા સુખી રાખે, એજ પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
લી. ભોગીલાલ રાજકવિ. નેધ–સને. ૧૫૩૧ જગતશાહ ઉર્ફ મહારાણા જયદેવ ગાદી પર આવ્યા. પિતાના પરાક્રમ વહે. દરેક રજવાડાઓમાં પોતાની સુવાસ પ્રસરી રહી હતી. તે સુવાસને લીધે ખંભાતના સુલતાન ત્રીજા મુજફરે બોલાવી પુષ્કળ માન આપ્યું. પોર્ટુગીઝના ત્રાસથી કંટાળીને મહારાણાની મદદ માગી. મહારાણાશ્રી ખંભાતમાં રહ્યા, તે વખતે મારું હતું. અને આઠ દિવસ સુધી સૂર્ય વાદળામાં ઢંકાઈ રહ્યો હતે. મહારાણા સૂર્યવંશી હોવાથી સૂર્યદેવનાં દર્શન કર્યા વગર પોતે ભોજન લેતા ન હતા. એટલે આઠ દિવસના ઉપવાસ થયા. આ ખબર સુલતાનને થઈ, તે કુતુહલથી રાણાને પોતાના ઈષ્ટ દેવને પચો બતાવવા કહ્યું.
જગતશાહ શાહી ચગાનમાં સ્નાન કરી, પીતાંબર પહેરી, પાટલે બેસી, પોતાના ઈષ્ટદેવ, સૂર્યનારાયણની રતુતી કરી. ચમત્કાર દેખાડયો. આઠ દિવસથી અવિશ્રાંત વરસાદ વરસી, વાદળથી અંધકાર છવાયેલ હતું. તેમાં બાપર મધ્યાકાશમાંથી આકાશ ખુલ્લું થયું. અને સૂર્યનારાયણનાં દર્શન થયાં. એક ઘડી એ પ્રમાણે રહ્યું. આ
સુલતાન અને તેના દરબારીઓ અચરજ પામ્યા. મહારાણું આસનેથી ઊઠયા કે તરત પાછો વસાદ ચાલું થજે. સુલતાને ચમત્કાર જેઈ, રાણા જગતશાહ નામ બદલી. રાણા જયદેવ પાડયું. એ વખતથી મહારાણા જયદેવ રાણાને નામે પ્રસિદ્ધ થયા. ત્યારથી રામનગરના મહારાણાઓએ પોતાના નામ પછાડી દેવ શબ્દ લગાડવાનું શરૂ કર્યું જે હજી સુધી કાયમ છે.
નેધ– ધરમપુરના ઐતિહાસિક ટુંકી ને લખવાની શરૂ કરતી વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com