________________
ઉદયપુરના મંદીરેને પરિચય ઉદયસિંહ રાણાએ વિક્રમ સંવત ૧૫૯૪ માં ઉદયપુર વસાવ્યું હતું. ઉદયપુરની સત્તરમી શતાબ્દીના પ્રારંભમાં ૧૬૨૪ ની સાલમાં જૈન મંદિર શ્રી શીતલનાથજીનું મંદિર ઉદયપુર વસાવ્યું તે વખતે તેની પણ પ્રતિષ્ઠા થઈ હેય તેમ અનુમાન થાય છે.
શીતલનાથજીના મંદિરમાંથી શીલાલેખ પ્રાપ્ત થ છે. તેમાંથી એક લેખ ' ધાતુની પરિકર ઉપર છે. તે સંવત ૧૬૩ કાર્તિક કૃષ્ણપક્ષને છે. તે શિલાલેખને સારાંશ નીચે પ્રમાણે છે. ૧ મહારાણા શ્રી જગતસિંહજીના વખતમાં તપગચ્છીય શ્રી જૈન મંદિરમાં
શ્રી શીતલનાથજીની પ્રતિમા તથા પીત્તલની પરિકર, આસાપુર નિવાસી વૃદ્ધ સાખીય પિરવાલ. જ્ઞાતિય પં. કાન્હામૃત, પં. કેશરભાર્યા, કેશર દે જેનો પુત્ર પં. દાદરને સહકુટુંબ મળીને તે મંદિર બનાવ્યું હતું. અને ભટ્ટાર વિજ્યદેવસૂરિના પટ્ટ પ્રભાકર આચાર્યશ્રી વિજયસિંહસૂરિની આજ્ઞાથી પંડિત મતિચંદ્રમણિએ વાસક્ષેપ નાખી પ્રતિષ્ઠા કરી હતી.'
આ સિવાય એક ધાતુની પ્રતિમા ઉપર નીચે લખેલા લેખ છે. ૨ સંવત ૧૮૮૬ ના વૈશાખ સુદ ૮ ના રોજ ઉદયપુર નિવાસી ઓશવાળ
જ્ઞાતિના પુત્ર અને પોત્ર સહિત શ્રી વિમલનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી વિજયસિંહસૂરિના હાથે થઈ હતી.
મહારાણા જવાનસિંહના વખતમાં ૧૮૮૬ ની સાલમાં શ્રી હેમ નામના કંઈ કવિએ ઉદયપુરનું વર્ણન કર્યું હતું. અને તેમાં તમામ હકીકતની સાથે જેન મંદીરનું વર્ણન આપ્યું છે. તે હમ નામના - કવિની કવિતા વાંચવાથી માલૂમ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com