________________
પ્રકરણ ૨૯ મું. '
ઉપસંહાર મજકુર “ મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મ બલિદાન ” નામનું પુસ્તક લખવાનું શરૂ કર્યું તેને મુખ્ય આશય મારો જુદો જ હતું. તે એ હતું કે મેવાડ એ એક અતિહાસીક બાપારાવલની ભૂમિ છે. જેમાં ઘણા ઘણા જૈન મહાપુરુષો ઉત્પન્ન થયા છે. તેમાં સ્વમાની અને કુળ અભિમાની આત્માઓ હતા. આવા વીર પુરુષના ઈતિહાસ ઘણુ વિદ્વાનોએ જુદી જુદી પ્રણાલીકાથી લખ્યા છે તે પણ આજે મોજુદ છે. પરંતુ જે મેવાડના ઈતિહાસમાં જુનાં સ્થાને, કીર્તિસ્તંભ, ચિત્તોડને અજોડ કિલે, અને જૈન શિલ્પકળાના મહા મંદિરે વિગેરેની જનતામાં કંઈક વિશેષ ઇતિહાસીક ભાવના ઉત્પન્ન થાય તેવા આશયથી આ પુસ્તક લખવામાં આવ્યું, અને મહારાણા કુના વખતથી ઈતિહાસ ચાલુ કર્યો તે પહેલાં ઈતિહાસીક નેધ લેવામાં આવી. તેમાં પણ મેં વીર વિનેદ તેમજ કર્નલ ટેડ અને બીજા ઘણા સારા સારા વિદ્વાનોના લખેલા પુસ્તકે ઉપરથી જેટલી સત્ય વસ્તુઓ લાગી તે હકીકત લઈ જનતા આગળ રજુ કરી. ખરો ઈતિહાસ તે રાણા પ્રતાપ, ભામાશાહ રાણા રાજસિંહ અને મહામંત્રી દયાળશાહે ર છે.
જ્યારે જ્યારે આ પુરુષોનું વૃત્તાંત યાદ આવે છે. ત્યારે ત્યારે આપણા શરીરમાં રોમાંચ ઉભાં થાય તે સ્વાભાવિક છે. અનેક વિપત્તિએ આવી અને કષ્ટો સહન કર્યા પણ સૂર્યવંશી કુળ શિરમણ મહારાણા પ્રતાપે જરાપણ અકબરશાહને નમતું આપ્યું નહિ. તેમજ પોતે પોતાના સ્વમાનને ખાતર ફના થઈ ગયા. પણ ટેક નેક એજ પિતાને પ્રાણ હતા. આવી વિપરીમાં એક સાથે ગંભિર અને રાજ્યના નિમકહલાલ વીર ભામાશાહે પ્રતાપના માટે પિતાનું સર્વસ્વ સમર્પણ કર્યું. જેથી આખા મેવાડનું નાક રાણા પ્રતાપે સાચવ્યું છે. તે ઉપરથી જણાશે કે જેન બિરાદરની કેટલી હિંમત અને ઉદારતા હતી.
બાર બાર વર્ષની લડાઈની સામગ્રીઓ તૈયાર કરવા અને હજાર સેનિકોની ભરતી કરવા ભામાશાહ વૃદ્ધ હોવા છતાં પણ યુવાનને શરમાવે તેવી રીતે મેવાડની આબરૂ સાચવવા તૈયારી કરવા લાગ્યો. ધન્ય છે! તે ટેકીલા મહારાણા પ્રતાપને અને વીર ભામાશાહને? અનેક ઘટનાઓ બન્યા પછી મહારાણા રાજસિંહ અને રાણા જયદેવના વખતમાં મહામંત્રી દયાળશાહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com