________________
મહારાણા શ્રી સરદારસિંહ
૨૭૮
નિજ સુતા વ્યાહ વિક્રમ નયર, તિરથ ન્હાન પ્રયાણ કર, રાના વિવાહ બિકાનયર, કર પ્રવેશ મેવાર ધર. ૩૨૪ રાના દતક લેન, મત્ત સિરસિંહ કિય, બંધુ દ્રતિય બાગૌર, લેખ સારૂપસિંહ લિય, જખહિ કીચે જુવરાજ, ચક્ર આમય તન ચલિય, સ્વર્ગ ગૌન સિદ્દર, હેન સતિ ઈક હલિય, સાદલ સુખંડ આશય સજન, મય શાસન ફતમાલ કે,
કવિરાજ શ્યામ પૂરન કિયઉ, સમ મુત્તિય ખિચાલાલકે. . ૩૨૫ મહારાણા સરદારસિંહના વખતમાં જૈન મંદિરની પરિસ્થિતિ જેવી હતી. તેવીને તેવી હતી તેમાં ખાસ સુધારે વધારે થયું ન હતું. જેમ જેમ સ્થાનકવાસીના સાધુઓને પ્રચાર વધતો ગયો તેમ તેમ જૈન મંદિરે પ્રત્યે જૈનમતવાળાને ભાવ ઓછો થતો ગયો. તેમજ મંદિરમાગી સાધુઓનો વિહાર પણ એ છે હતો તેથી મંદિરની પરિસ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી.
મહારાણા ભિમસિંહ તકન ડરપોક અને બિકણ હતા. પ્રજા પ્રત્યે પ્રેમ હતો છતાં વિલાસી હતા. તેમ જવાનસિંહને ઈતિહાસ તપાસતાં તે પણ ભોગ વિલાસમાંજ નિમગ્ન રહેતા હતા. કર્નલ ટેડના જણાવ્યા મુજબ જ્યારે રાણા જવાનસિંહ અવસાન પામ્યા ત્યારે પિતાના માથા ઉપર રૂા. ૧૯૬૭૦૦૦ ઓગણીસ લાખ સડસઠ હજાર રૂપીયાનું દેવું હતું. તેમાં ફક્ત બ્રિટિશ સરકારના જ આઠ લાખ રૂપીયા બાકી હતા. આ ઉપરથી વાંચક વર્ગ સમજી શકશે કે જુવાનસિંહ કેટલા બધા ખર્ચાળ હતા. વળી સદસિંહ ઘણા ઉગ્ર અને કડક સવભાવના હતા.
આ પ્રમાણે ત્રણે રાણાના વખતમાં દરેક સરદાર અને જાગીરદાર તદન અપ્રસંન્ન હતા. જે સરદારે મહારાણા પ્રતાપ અને મહારાણું રાજસિંહના વખતમાં માથું ઉંચું કરી શકતા નહિતા તેજ સરકારે આજે મહારાણાઓના વગર વિચાર્યા વર્તનથી તેમના સામે થવા સુધી પણ તૈયાર હતા. જ્યાં રાણું પિતેજ અવિચારી પગલું ભરે ત્યાં આખી પ્રજાને તેની ભૂલ માટે સોસવું પડે અને પસ્તાવું પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com