________________
=
=
૨૩૪
મેવાડનું અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આપની ઈચ્છા અનુસાર કાર્ય કરજે અને તમને દરેક કાર્યની મારા તરફથી સંપૂર્ણ પરવાનગી આપું છું, આપ જે આજ્ઞા કરશે તેનું સંપૂર્ણ પાલન થશે, અને આપ જે વસ્તુની અપેક્ષા કરશે તે વસ્તુને પણ બંદોબસ્ત કરવામાં આવશે, અગર આપ મારી રાણીની મણીમાળા અથવા નાકની નથની માગશે તે તે પણ આપવામાં આવશે ” આ પ્રમાણે રાણીશ્રી બલી શાંત રહ્યા.
મહારાણાના ભાઈ રઘુદેવની કાયરતા ભરેલી સલાહથી અમરચંદ ક્રોધ ભરાઈ ગયો અને રઘુદેવને તિરસ્કાર કરી કહ્યું કે આપ તદ્દન નાલાયક અને હિચકારા છે તમારા માટે આ શમશેર નથી પણ ગાયે ભેંસની ચાકરી કરે અને ખેતીવાડી કરે. સમજ્યા ! ખબરદાર ? હવે પછી અહીં આવ્યા તો તમારી વાત તમે જાણ્યા ? આમ નિડર અને શૂરવીરને છાજે તેમ કડક ભાષામાં રઘુદેવને સંભળાવી દીધું. બધા સાંભળી દીગમૂઢ બની ગયા અને કહેવા લાગ્યા કે ધન્ય છે અમરને ? અને તેની નિડરતાને ? - જો તારી સલાહથી રાણાશ્રી માંડળગઢ ગયા હતા તે ત્યાં તેમની રક્ષા કોણ કરત? માટે તમારા બાયલાપણાની વાતેથી મને તમારા જેવા સાથે વાત કરતા પણ શરમ આવે છે. સાચો રાજપૂત આ હોય જ નહિં? હજી ફરી કહું છું કે તમારે આ કાર્યમાં માથું મારવું નહિં. જા ! તમે ભેંસે ચરાવો અને ગાયોના દૂધ વેચતા ફરે ! તમે તે કામ માટેજ લાયક છે.
અમરચંદની આ નિડરતા અને હિંમત જોઈ સર્વ સરદારે દીગમૂઢ બની ગયા, મહારાણું વિગેરે સ્તબ્ધ થઈ ગયા હતા. હવે અમરચંદે પિતાને દ્વાન રચવા માંડ. મેવાડને ખાલી ખજાને અને આપસ આપસમાં કલેશ તેમજ લશ્કર પણ બદલાય ગએલું, આવી પરિસ્થિતિમાં એ સહાસીક નર બીલકુલ નિરાશ ન થતાં તેણે સિંધીયાઓની સેનાને બોલાવી અને ગંભીરતા પૂર્વક કહ્યું કે ચાલો ! તમારો પગાર ચુકવી આપું. પણ એટલી વાત નિશ્ચય માનજે કે તમે તમારા કાર્યમાં સફળતા ન મેળવી શક્યા તે તેને સઘળો દેષ મારા ઉપરજ આવશે
જે સેનીકેએ પહેલાં રાણાનું અપમાન કરેલું તેજ સિનીકે ગુપ ચુપ અમરની પાછળ પાછળ ચાલવા લાગ્યા, અમરચંદે પગારનો હિસાબ નક્કી કર્યો અને કહ્યું કે આવતી કાલે તમાકો પગાર ચુકતે ચુકાવી આપીશુ, ત્યાર પછી તિજોરીવાળા પાસે દ્રવ્ય-ભંડારની ચાવી માગી પણ તિજોરીવાળાએ ચાવી ન આપી ને નાસી ગયે, આ વખતે અમરચંદે તમામ તાળાં તોડી નાંખ્યા, અને સોનું, ચાંદી, હીરા, રત્ન વિગેરે જે હતું તે તમામ વટાવી લશ્કરનો પગાર ચુકાવી આપે, અને બાકીના ધનને સંગ્રહ કર્યો, વળી લડાઈમાં જોઇતી સામગ્રીની તૈયારી કરી ને અનાજને પ્રબંધ કરી લીધો. આ પ્રમાણે અમરચંદે તમામ નવું બળ ઉત્પન્ન કર્યું અને બીજા છ માસ સુધી આક્રમણને રસ્તો રોકી રાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com