________________
૨૩૨
મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ભયંકર આપત્તિઓ એક સામટી આવી ગઈ તે સમયે અમરચંદ કાર્યક્ષેત્રમાં આવ્યા. ઉદયપુરની ચારે તરફ રક્ષાને માટે એકે ખાઈ નહતી પણ દક્ષિણ દિશા તરફ એકલીંગજીગઢ નામને પાષાણને ઉંચે કિલે હતો. ઉદયપુરની રક્ષાનું પ્રથમ સાધન આજ હતું આથી તેની ચારે બાજુ કેટ ચણાવી તેનાજ ઉપર તે ગોઠવવાથી ઉદયપુરનું રક્ષણ થશે એમ રાણાજીએ ધાર્યું અને તે કાર્ય પૂર્ણ કરવાને ચિત્ત પરોવ્યું એકલીંગજગઢ પર ચડવાની ઘણી મુશ્કેલી હતી તેથી રાણાજીને સર્વ ઉદ્યોગ અને મહેનત નકામાં ગયાં એક વખત રાણાજી પિતે જ ત્યાં ગયા અને તપાસ કરતાં અચાનક અમરચંદ મેળાપ થયો હતો. અમરચંદની ઉદાસીનતા દૂર કરવાને મહારાણાએ પોતાની થએલી ભૂલ માટે પ્રશ્ચાતાપ કર્યો અને ઘણું જ મીઠાસથી વાતચીત કરી થોડીવાર પછી રાણુ ઉરસિંહે અમરચંદને પૂછયું કે આ કાર્ય પાછળ કેટલું ખર્ચ થશે? અને તેમાં કેટલો સમય લાગશે? તે આપ કહી શકો? ત્યારે અમરચંદ બોલ્યા કે થોડું દ્રવ્ય અને થોડા દિવસ જેથી અમરચંદને રાણાજીએ આ કાર્ય પાર પાડવાને માટે આગ્રહ કર્યો તેથી અમરચંદે સંકેચને ત્યાગ કરીને કહ્યું કે આ કાર્યની જવાબદારી જેટલા દિવસ સુધી મારા માથે રહેશે તેટલા દિવસ મારી જ આજ્ઞા ચાલવી જોઈએ, મારા કાર્યમાં કઈ પણ વ્યક્તિને ડખલ કરવાને અધિકાર નહિં રહે. જે આ અધિકાર મને મળતું હોય તો જ હું જવાબદારી લઈશ. મહારાણાએ તરતજ આ વાતને સ્વીકાર કર્યો જેથી અમરચંદે તરતજ મજુર બેલાવી એક માર્ગ તૈયાર કરવાની તૈયારી કરી અને થોડા જ દિવસ પછી એકલીગજીગઢ ઉપર તેપ ગોઠવી દીધી અને તોપના ભડાકા સાથે રાણાશ્રીને માન આપ્યું.
આ વખતે માંદ્યસિંહ સિંધીયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ત્રણે દિશાથી મેવાડને ઘેરી લીધું હતું. ફક્ત ઉદયસાગરની પશ્ચિમ દિશા જ બાકી રહી હતી, અને ઉદયસાગરના પ્રસરેલા જળથી જ પશ્ચિમ દિશા બચવા પામી હતી, ચારે તરફ વનવૃક્ષે અને મેટી ઝાડી આવી રહી હતી, તેથી સિંધીયાના કાર્યમાં કેટલીક મુશ્કેલી નડતી હતી. આ વખતે નગરજને આવશ્યકતા વખતે પશ્ચિમ દિશાથી નગર બહાર જતા હતા, અને ઉદયસાગરમાં નાના રસ્તે પસાર થઈ પોતાના જુના મિત્રો ભીલને ભજન પહોંચાડતા હતા. મોટા મોટા સરદારે પણ સિંધીયાના પક્ષમાં હતા. જેથી રાણાજીને કોઈ સહાય દેનાર હતું નહીં તેથી મહારાણાને આ સેનાપર જ આધાર રાખવો પડતો હતો.
પરંતુ જ્યાં ભાગ્ય પલટાય ત્યાં જગત પલટાય છે, આ વખતે ભીલ સેના પણું રાણાશ્રીથી બદલાઈ જઈ પોતાના ચહેલા પગાર માટે માંગણી કરી ઝઘડે કરો શરૂ કર્યો, આ નાલાયક સેનાએ રાજ્યના આવા દુઃખદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com